Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનનો હૈદરખાન વાંકાનેરની 15 વર્ષની સગીરાને ઉપાડી ગયો, પરિવારે ગણતરીના કલાકોમાં હેમખેમ...

  રાજસ્થાનનો હૈદરખાન વાંકાનેરની 15 વર્ષની સગીરાને ઉપાડી ગયો, પરિવારે ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવી: પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

  સગીરાને ફસાવી શકે તે માટે આરોપીએ તેનો મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેણે સગીરાને ફરવા લઇ જવાની લાલચ આપીને કારખાને બોલાવી હતી.

  - Advertisement -

  રાજસ્થાનનો એક હૈદરખાન નામનો 40 વર્ષીય શખ્સ વાંકાનેરની 15 વર્ષની સગીરાને ઉપાડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ જીલ્લાના કુવાડવાની જીઆઇડીસીમાં કારખાનામાં મજૂરી કરતા હૈદરખાન જલાલખાન વાંકાનેર પંથકની સગીરાને ફોસલાવી તેને ફરવા લઇ જવાનું કહી કારખાને બોલાવી હતી અને પછી એક ખાનગી ગાડીમાં અમદાવાદ મોકલી દીધી હતી. સગીરની માતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી સામે પોકસો, અપહરણ અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

  મળતી માહિતી અનુસાર, સગીરાને ફસાવી શકે તે માટે આરોપીએ તેનો મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેણે સગીરાને ફરવા લઇ જવાની લાલચ આપીને કારખાને બોલાવી હતી. પરંતુ જ્યાં તે કામ કરતો હતો ત્યાંના માલિક હાજર હોવાના કારણે તેણે સગીરાને કારમાં બેસાડી અમદાવાદ મોકલી દીધી હતી. દરમિયાન પીડિતાના પરિવારને જાણ થઇ જતાં હૈદરખાનને કારખાનેથી જ ઝડપી લઇ પોલીસને જાણ કરવામાં આવી હતી.

  અહેવાલો મુજબ સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમાં સૌથી નાની દીકરી (ઉં. વ 15) સરકારી માધ્યમિક શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. મહિલાની ફરિયાદ અનુસાર, ગત 31 જાન્યુઆરીએ તેમની પુત્રી ઘરેથી સ્કુલે જવા નીકળી હતી. પરંતુ પોતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા કારખાનામાં સફાઇકામ પૂર્ણ કરી સાંજે ઘરે આવતાં પુત્રી જોવા મળી ન હતી. તેમણે આસપાસ તેમજ સગા-સંબંધીને ત્યાં તપાસ કરી હતી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો, તેમજ શાળાએ તપાસ કરતાં તે ત્યાં પણ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

  - Advertisement -

  ફરિયાદમાં આગળ જણાવાયું છે કે, સગીરાની માતાએ પોતે ચોટીલામાં રહેતા દિયરને વાત કરતાં જાણવા મળ્યું હતું કે અગાઉ તેમણે કુવાડવા GIDC ખાતે પૂજા ટેક્સટાઇલ્સમાં દોઢેક વર્ષ કામ કર્યું હતું ત્યારે તેમની સાથે કામ કરતો હૈદરખાન જલાલખાન તૈયા સગીરા સાથે ફોનમાં વાત કરતો હતો. ત્યારબાદ પીડિત માતાના દિયરે નંબર લઇને હૈદરખાનને ફોન કરી સગીરા વિશે પૂછતાં તેણે ‘મને ખબર નથી’ તેમ જણાવ્યું હતું.

  આ ઘટના બાદ મહિલાએ અને તેમના દિયરે ટેકસટાઇલ્સના કારખાને જઇને મેનેજરને વાત કરીને ત્યાં કામ કરતા હૈદરખાનને બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે સગીરા અમદાવાદ હોવાનું કબૂલી લીધું હતું. ત્યારબાદ કારખાનાના મેનેજર અને સુપરવાઈઝર સહિતના લોકોએ અમદાવાદ જઈને સગીરાને લઇ આવ્યા હતા. 

  રાજકોટ લાવીને સગીરાને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હૈદરખાન તેને ફોન કરતો હતો અને તેણે જ તેને કારખાને બોલાવી હતી અને રાજસ્થાન ફરવા લઇ જવાની અને નિકાહ કરવાની લાલચ આપીને અમદાવાદ મોકલી હતી.

  પીડિતના જણાવ્યા અનુસાર,હૈદરે સગીરાને અમદાવાદ ગીતા મંદિર પાસે જવાનું કહીને ફોર વ્હીલ કારમાં બેસાડી દીધી હતી. જ્યાંથી તે ચોટીલા ઉતરીને એસ. ટી બસ મારફતે અમદાવાદ પહોંચી હતી. સગીરાની માતાની ફરિયાદ પર રાજસ્થાન જોધપુરના ચિરાઇનગરના હૈદરખાન જલાલખાનને પકડી લઇ તેના વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસે આઇપીસીની કલમ 363, 366 પોકસો અને એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં