Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી પરિસરના ASI સરવેને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મુસ્લિમ પક્ષ:...

    જ્ઞાનવાપી પરિસરના ASI સરવેને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મુસ્લિમ પક્ષ: અગાઉની અરજી પર ત્વરિત સુનાવણીની માંગ 

    મુસ્લિમ પક્ષની અરજીમાં એ પણ દલીલ કરવામાં આવી કે જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટમાં જેટલી અરજી દાખલ કરવામાં આવી છે, તેની સુનાવણી પર રોક લગાવવામાં આવે. આ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 

    - Advertisement -

    તાજેતરમાં વારાણસીની કોર્ટે વિવાદિત માળખા જ્ઞાનવાપી પરિસરનો ASI સરવે કરવા માટે આદેશ આપ્યો હતો. હવે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી છે અને તેમના કેસની ત્વરિત સુનાવણી હાથ ધરવા માટે અપીલ કરી છે. તેમની અરજી સોમવારે (24 જુલાઈ, 2023) ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે. 

    વાસ્તવમાં પાંચ હિંદુ મહિલાઓએ વારાણસીની કોર્ટમાં અરજી દાખલ કરીને વિવાદિત માળખા જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીમાં પૂજા કરવાના અધિકારની માંગ કરી હતી. જેની સામે અલાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી પરંતુ અલાહાબાદ હાઇકોર્ટે હિંદુ પક્ષની અરજી સુનાવણી યોગ્ય માની હતી. જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ અરજી જૂન મહિનાના પહેલા સપ્તાહમાં દાખલ કરવામાં આવી હતી. હવે મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરીને આ કેસમાં ઝડપી સુનાવણીની માંગ કરી છે. 

    સુપ્રીમ કોર્ટમાં શિવલિંગના ASI સરવેનો મુદ્દો પણ હાલ સુનાવણી હેઠળ છે. અલાહાબાદ હાઇકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં વજૂખાનામાંથી મળી આવેલા શિવલિંગના ASI સરવે માટે મંજૂરી આપી હતી, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવતાં કોર્ટે સ્ટે મૂકી દીધો હતો. આ મામલે 28 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ તાજેતરમાં વારાણસીની કોર્ટે સમગ્ર પરિસરના ASI સરવેનો આદેશ આપતાં મુસ્લિમ પક્ષે ત્વરિત સુનાવણીની માંગ કરી છે. 

    - Advertisement -

    મુસ્લિમ પક્ષની અરજીમાં એ પણ દલીલ કરવામાં આવી કે જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટમાં જેટલી અરજી દાખલ કરવામાં આવી છે, તેની સુનાવણી પર રોક લગાવવામાં આવે. આ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 

    શું હતો આખો મામલો

    ગત મે મહિનામાં પાંચ હિંદુ મહિલાઓએ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરીને પરિસરનો સરવે કરવાની માંગ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જ્ઞાનવાપીન વિવાદિત માળખામાં સીલ કરવામાં આવેલા વજૂખાનાને છોડીને બાકીના તમામ વિસ્તારનો ASI સરવે કરાવવામાં આવે. જે મામલે 19 મેના રોજ મુસ્લિમ પક્ષે જવાબ દાખલ કરીને વાંધો ઉઠાવ્યો હતો. જેની ઉપર સુનાવણી ચાલી અને આખરે કોર્ટે પરવાનગી આપી દીધી હતી.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મે મહિનામાં વિવાદિત માળખા જ્ઞાનવાપીમાં એક સરવે દરમિયાન તેના વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા સીલ કરી દેવામાં આવી હતી. આ શિવલિંગના સરવે માટે પણ એક અલગ અરજી દાખલ કરવામાં આવી હતી, જે મામલે અલાહાબાદ હાઇકોર્ટે ચુકાદો આપીને પરવાનગી આપી દીધી હતી પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં જતાં કોર્ટે તેની ઉપર સ્ટે મૂકી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં