Monday, September 9, 2024
More
    હોમપેજદેશશ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર અને ASIની ટીમ દ્વારા જ્ઞાનવાપીમાં સર્વેની શરૂઆત: મુસ્લિમ...

    શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર અને ASIની ટીમ દ્વારા જ્ઞાનવાપીમાં સર્વેની શરૂઆત: મુસ્લિમ પક્ષ રહ્યો દૂર, સમગ્ર વારાણસીમાં હાઈ એલર્ટ

    મુસ્લિમ પક્ષે આ સર્વેમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની ચાલી રહેલી સુનાવણીને ટાંકીને મુસ્લિમ પક્ષે સર્વેની તારીખ લંબાવવાની માંગ કરી છે.

    - Advertisement -

    કોર્ટના આદેશ પર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની 24 સભ્યોની ટીમ જ્ઞાનવાપીનું સર્વેક્ષણ કરવા વારાણસી પહોંચી છે. શહેરમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને સુરક્ષા વ્યવસ્થા પૂરજોશમાં છે. સોમવાર (24 જુલાઈ, 2023) થી શરુ થયેલ આ સર્વેમાં હિંદુ પક્ષે સહકારની ખાતરી આપી છે, જ્યારે મુસ્લિમ પક્ષે સર્વેની તારીખ લંબાવવાની માંગણી કરી છે. શુક્રવારે (21 જુલાઈ, 2023), જિલ્લા ન્યાયાધીશની અદાલતે કે પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ASIની ટીમ રવિવારે જ વારાણસી પહોંચી હતી. તે જ દિવસે વારાણસી જિલ્લા પ્રશાસને હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોને સામસામે બેસાડ્યા અને બીજા દિવસે શરૂ થનારા સર્વેની જાણકારી આપી. હિંદુ પક્ષ આ સર્વેને પોતાની જીત ગણાવે છે. હિંદુ પક્ષના વાદીની મંજુ વ્યાસ, રેખા પાઠક, સીતા સાહુ અને લક્ષ્મી દેવીએ કહ્યું કે આ સમય અને શ્રાવણ મહિનામાં બાબાની કૃપાને ક્યારેય ભૂલશો નહીં.

    તેમના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ સમગ્ર સર્વે દરમિયાન સ્થળ પર હાજર રહેવાની માહિતી આપી હતી. વાયરલ થઈ રહેલા વિડીયોમાં ASIની ટીમને ભારે સુરક્ષા વચ્ચે જ્ઞાનવાપી કેમ્પસમાં પ્રવેશતા જોઈ શકાય છે. તેમની સાથે હિંદુ અરજદારો અને તેમના વકીલો છે.

    - Advertisement -

    મુસ્લિમ પક્ષે કર્યો સર્વેનો બહિષ્કાર

    હાલ સર્વે શરૂ થયો છે. મુસ્લિમ પક્ષે આ સર્વેમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની ચાલી રહેલી સુનાવણીને ટાંકીને મુસ્લિમ પક્ષે સર્વેની તારીખ લંબાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે (21 જુલાઈ, 2023), જિલ્લા ન્યાયાધીશની અદાલતે કે જ્ઞાનવાપીનું ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવ્યો છે. આદેશ મુજબ વજુ ખાના સિવાય અન્ય જગ્યાઓનો સર્વે કરવામાં આવશે.

    મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પણ પરિસરના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં