Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિન્દુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ઢાંચા વાળો કેસ પાછો નહીં લે: વીએચપી...

    હિન્દુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ઢાંચા વાળો કેસ પાછો નહીં લે: વીએચપી એ કહ્યું “અયોધ્યાની જેમ જ કાશીનું પણ સમાધાન થશે.”

    જ્ઞાનવાપી વિવાદિત માળખા અંગે આવેલા સમાચાર કે પાંચમાંથી એક યાચિકાકર્તા પોતાની યાચિકા પરત લેશે તે મેઈન સ્ટ્રીમ વામપંથી મિડિયા દ્વારા ફેલાવવામાં આવેલી માત્ર અફવા જ નીકળી છે.

    - Advertisement -

    હિન્દુ પક્ષે ફરી એકવાર કોર્ટને વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ અંદર આવેલા અલગ ઢાંચાની વીડિયોગ્રાફી કરવાની માંગ કરી છે. માં શૃંગાર ગૌરીની પૂજા સાથે જોડાયેલા આ મામલાને લઈને પહેલા સમાચાર આવી રહ્યા હતા કે હિંદુ પક્ષે કેસ પાછો ખેંચવાનું નક્કી કર્યું છે, પરંતુ હવે કેસ દાખલ કરનાર પાંચ મહિલાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ લડત ચાલુ રાખશે. જેમાં જેમના બાબતે કેસ પાછો ખેચવાની વાત વહેતી થઈ હતી તે રાખી સિંહે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કેસ પરત ખેંચવાના નથી. સાથે તેમના વકીલ શિવમ ગૌડએ પણ આ બાબતે કહ્યું હતું કે “અમે છેલ્લે સુધી લડાઈ લડીશું. કેસ પાછો ખેચવાની કોઈ વાત જ નથી.”

    સાથે જ ‘સનાતન વૈદિક સંસ્થા‘ના પ્રમુખ જીતેન્દ્ર સિંહે પણ સ્પષ્ટ કર્યું હતું કે કેસ પાછો ખેચવાની વાત અફવા છે જેને મીડિયાએ વાતને તોડી મરોડીને રજૂ કરી છે તેવો આરોપ લગાવ્યો હતો. જો કે તેઓનો ફોન બંધ હતો અને તેઓ 24 કલાક સુધી સંપર્ક વિહોણા હતા તે બાબતે કોઈ જ જવાબ આપ્યો ના હતો. અત્રે એ નોંધનીય છે કે કોર્ટે વિડીયોગ્રાફી ના આદેશ આપ્યા છે પરંતુ આ આદેશનું પાલન કરવા ગયેલી ટિમને અરાજક ટોળાંએ રોકી હતી.

    જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદિત ઢાંચો. સાભાર – ઓપઈન્ડિયા અંગ્રેજી

    આ બાબતની તપાસ માટે કોર્ટે એક એડવોકેટ કમિશ્નર નિયુક્ત કર્યા છે પરંતુ મસ્જિદ સમિતિને તેમની સામે વાંધો છે. મસ્જિદ કમિટીએ આરોપ લગાવ્યો છે કે એડવોકેટ કમિશ્નર એક પક્ષીય કામ કરી રહ્યા છે. જ્ઞાનવાપી મસ્જિદ કમિટીએ તેઓને બદલવાની પણ માંગ કરી છે.

    - Advertisement -
    બીજી તરફ પ્રયાગરાજમાં ‘વિશ્વ હિન્દુ પરિષદ (VHP)’ની એક બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય શંકર તિવારીએ કહ્યું હતું કે, “રામ મંદિર પછી જ્ઞાનવાપીના મુદ્દા પર VHP ચાંપતી નજર રાખી રહ્યું છે.” જો કે, તેમણે આશા વ્યક્ત કરી કે અયોધ્યાની જેમ બંધારણીય અને લોકતાંત્રિક રીતે ઉકેલ મળશે. તેમણે કહ્યું કે “‘જ્ઞાનવાપી’ નામ જ સનાતન પરંપરાને દર્શાવે છે અને વિવાદિત ઢાંચાની દિવાલો પર હિન્દુ પ્રતીકો છે.”

    આજ રીતે રામ મંદિર બાબતે ખૂબ જ લાંબી લડાઈ ચાલી હતી. આઝાદી પહેલા તો ખરો જ પરંતુ આઝાદી બાદના 70 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 2019માં રામ મંદિર પર ચુકાદો આવ્યો હતો સુપ્રીમ કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાનમાં રાખીને આખો નિર્ણય હિન્દુ પક્ષ તરફ આપ્યો હતો જ્યારે મુસ્લિમ પક્ષ ને મસ્જિદ માટે અલગ જગ્યા ફાળવી આપવા માટેનો ચુકાદો આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં