Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅઠવાડિયામાં 3 દિવસ પહેલી પત્ની સાથે અને 3 દિવસ બીજી પત્ની સાથે...

    અઠવાડિયામાં 3 દિવસ પહેલી પત્ની સાથે અને 3 દિવસ બીજી પત્ની સાથે રહેશે એન્જિનિયર પતિ: કોર્ટનો આદેશ, રવિવાર પોતાની મરજીથી વિતાવી શકશે

    આ સિવાય કરાર હેઠળ બંને પત્નીઓને ગુરુગ્રામમાં જ એક-એક ફ્લેટ આપવામાં આવ્યો હતો. બંને પત્નીઓ આ માટે સંમત થઈ ગઈ હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક પતિ 2 પત્નીઓ વચ્ચે વહેંચાઈ ગયો છે. દિવસોના આધારે આ વિભાજનમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે અઠવાડિયાના 7 દિવસમાંથી પતિ ત્રણ દિવસ પહેલી પત્ની સાથે અને બીજી પત્ની સાથે ત્રણ દિવસ રહેશે. એક દિવસ પતિની પોતાની ઈચ્છા મુજબ રહેશે. આ દિવસે પતિ બેમાંથી કોઈ એક પત્ની સાથે રહી શકે છે. સોફ્ટવેર એન્જિનિયર પતિ અને તેની બે પત્નીઓ વચ્ચે આ પ્રકારનું આઉટ ઓફ કોર્ટ સમાધાન થયું હતું.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર યુવકે ગ્વાલિયરમાં 28 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. યુવક હરિયાણા સ્થિત એક કંપનીમાં કામ કરે છે. લગ્ન પછી, કપલ ગ્વાલિયરથી હરિયાણા રહેવાનું શરૂ કરે છે. 2 વર્ષ સાથે રહેતાં બંનેને એક પુત્ર પણ થયો હતો. માર્ચ 2020માં, કોરોના રોગચાળાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ પછી ઘરેથી કામ મળવાને કારણે પરિવાર ગ્વાલિયર રહેવા ગયો. થોડા દિવસો પછી પતિ ગુરુગ્રામ પાછો ફર્યો. પતિએ પત્ની અને બાળકને ગ્વાલિયરમાં રહેવાની મંજૂરી આપી અને કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે બોલાવી લેશે.

    સ્થિતિ સામાન્ય થયા બાદ પણ પતિ પત્ની અને બાળકને બોલાવવા આવ્યો ન હતો. પતિની અવગણનાને કારણે પત્નીને શંકા ગઈ. પત્ની પોતે ગુરુગ્રામ પહોંચી. ત્યાં તેને તેના પતિના બીજા લગ્નની ખબર પડી. પત્નીને ખબર પડી કે તેના પતિએ ઓફિસમાં કામ કરતી છોકરી સાથે બીજા લગ્ન કર્યા છે, જેનાથી તેને એક પુત્રી પણ છે.

    - Advertisement -

    પહેલા કોર્ટ કેસ અને બાદમાં કોર્ટ બહાર સમાધાન

    પહેલી પત્ની ગ્વાલિયર પાછી આવી અને તેણે સંબંધીઓની મદદથી પતિ સામે કેસ કરવાનું નક્કી કર્યું. તેણે કુટુમ્બ ન્યાયાલય (ફેમિલી કોર્ટ)ને પોતાનો મુદ્દો જણાવ્યો. દરમિયાન તેઓ ફેમિલી કોર્ટના કાઉન્સેલર હરીશ દિવાનને મળ્યા હતા. હરીશની સલાહ પર પતિ અને બીજી પત્ની ગ્વાલિયર પહોંચ્યા. હરીશે બંને પક્ષકારોને જો તેઓ કોર્ટમાં જશે તો તેમને પડતી મુશ્કેલીઓ અને નુકસાન વિશે જાણ કરી હતી.

    આ પછી કોર્ટની બહાર ત્રણેય વચ્ચે સમજૂતી થઈ હતી. જે અંતર્ગત પતિએ અઠવાડિયાના પહેલા ત્રણ દિવસ પહેલી પત્ની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પછીના ત્રણ દિવસ બીજી પત્ની સાથે રહેવાનું નક્કી થયું અને બાકીનો એક દિવસ પતિની પસંદગી પર છોડી દેવામાં આવ્યો હતો. આ સિવાય કરાર હેઠળ બંને પત્નીઓને ગુરુગ્રામમાં જ એક-એક ફ્લેટ આપવામાં આવ્યો હતો. બંને પત્નીઓ આ માટે સંમત થઈ ગઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં