Sunday, October 13, 2024
More
    હોમપેજરાજકારણ'હું તો શું, અન્ય કોઈ પણ કલમ 370 પાછી નહીં મેળવી શકે':...

    ‘હું તો શું, અન્ય કોઈ પણ કલમ 370 પાછી નહીં મેળવી શકે’: ગુલામ નબી આઝાદે J&Kમાં આપ્યું સ્પષ્ટ નિવેદન, કોંગ્રેસને કહ્યું – ‘કોંગ્રેસ ખોટા વચનો આપે છે’

    જાહેર સભાને સંબોધતા ગુલામ નબી આઝાદે કહ્યું, "આઝાદ જાણે છે કે શું કરી શકાય અને શું ન કરી શકાય. હું અથવા કોંગ્રેસ પાર્ટી અથવા ત્રણ પ્રાદેશિક પક્ષો તમને કલમ 370 પાછી અપાવી શકે નહીં, ન તો મમતા બેનર્જી, ન તો ડીએમકે કે શરદ પવાર. "

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં બ્યુગલ વગાડવાનું શરૂ કર્યું છે. આ સંદર્ભમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે કલમ 370 વિષે લઈને મોટું નિવેદન આપ્યું છે.

    ગુલાબ નબી આઝાદે કહ્યું, “હું કલમ 370 પાછી લાવી શકવાનો નથી.” આ સિવાય તેમણે 10 દિવસમાં પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરવાની પણ વાત કરી છે.

    વાસ્તવમાં, ગુલામ નબી આઝાદ રવિવારે (11 સપ્ટેમ્બર 2022) ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના રાજકીય ઈરાદાઓ સ્પષ્ટ કરતા કહ્યું કે,

    - Advertisement -

    “આઝાદ જાણે છે કે શું કરી શકાય અને શું ન કરી શકાય. હું કે કોંગ્રેસ પાર્ટી કે ત્રણ પ્રાદેશિક પક્ષો તમને કલમ 370 પાછી ન અપાવી શકે, ન તો મમતા બેનર્જી, ન ડીએમકે કે શરદ પવાર.”

    આ જાહેર સભામાં તેમણે એમ પણ કહ્યું કે,

    “કેટલાક લોકો કહી રહ્યા છે કે હું કલમ 370 વિશે વાત નથી કરતો. હું તેમને કહેવા માંગુ છું કે આઝાદ ચૂંટણીના ફાયદા માટે લોકોને મૂર્ખ બનાવતા નથી. કલમ 370 પુનઃસ્થાપિત કરવા માટે લોકસભામાં લગભગ 350 મતોની જરૂર પડશે, જ્યારે રાજ્યસભામાં 175 મતોની જરૂર પડશે. આ એક એવો આંકડો છે જે કોઈ રાજકીય પક્ષ પાસે નથી કે ક્યારેય મળવાની શક્યતા નથી. કોંગ્રેસ 50થી ઓછી બેઠકો પર આવી ગઈ છે અને જો તેઓ કલમ 370ને પુનઃસ્થાપિત કરવાની વાત કરે છે તો તેઓ ખોટા વચનો આપી રહ્યા છે.”

    આઝાદે કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કહ્યું કે,

    “કેટલાક લોકોએ મારા પર ગૃહ પ્રધાન દ્વારા લાવવામાં આવેલા કલમ 370 નાબૂદ કરવાના ઠરાવની તરફેણમાં મતદાન કરવાનો આરોપ મૂક્યો છે. મેં રદબાતલ કરવા વિરુદ્ધ મતદાન કર્યું છે અને આ લોકો કે જેમને સંસદના કામકાજ વિશે કોઈ ખ્યાલ નથી, તેઓ કહી રહ્યા છે કે મેં કલમ 370 વિરુદ્ધ મતદાન કર્યું છે.”

    આ જાહેર સભામાં ગુલામ નબી આઝાદે એમ પણ કહ્યું છે કે તેઓ 10 દિવસમાં પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે, જેની વિચારધારા ‘આઝાદ’ હશે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટીનો એજન્ડા જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાનો હશે. સાથે જ તેમની પાર્ટી અહીંના લોકોને રોજગાર અને જમીનના અધિકારો અપાવવા માટે સંઘર્ષ ચાલુ રાખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં