Sunday, June 16, 2024
More
  હોમપેજરાજકારણકોંગ્રેસમાં પુનઃ જોડાવાના અહેવાલોને ગુલામ નબી આઝાદે નકારી કાઢ્યા: પોતાના સમર્થકોને નિરાશ...

  કોંગ્રેસમાં પુનઃ જોડાવાના અહેવાલોને ગુલામ નબી આઝાદે નકારી કાઢ્યા: પોતાના સમર્થકોને નિરાશ કરવા ખોટી વાર્તાઓ ફરતી કરવા માટે કોંગ્રેસના નેતાઓને દોષી ઠેરવ્યા

  ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ પત્રકાર પલ્લવી ઘોષે અગાઉ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષે 26 ઓગસ્ટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદને આક્રમક રીતે ઘેરવા માટે મીડિયામાં તેના મિત્રોને કહ્યું હતું.

  - Advertisement -

  શુક્રવારે (30 ડિસેમ્બર), ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ના વડા ગુલામ નબી આઝાદે તેમની જૂની પાર્ટીમાં ‘પુનરાગમન’ વિશે મીડિયામાં ખોટી વાર્તાઓ રોપવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. ભૂતપૂર્વ કોંગ્રેસના નેતા ANIના અહેવાલ વિશે તેમની નારાજગી વ્યક્ત કરવા માટે ટ્વિટર પર આવ્યા હતા, જેમાં ANIએ સૂત્રોને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે ‘કોંગ્રેસ સાથે સંભવિત સમાધાન તૈયારીમાં છે.’

  કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા આઝાદે ટ્વીટ કર્યું, “…દુર્ભાગ્યે કોંગ્રેસ પાર્ટીના નેતાઓના એક વર્ગ દ્વારા અત્યારે આવી ખોટી વાર્તાઓ રોપવામાં આવી રહી છે અને તે આવું માત્ર મારા નેતાઓ અને સમર્થકોને નિરાશ કરવા માટે કરી રહ્યા છે.”

  ગુલામ નબી આઝાદે કોઈ પણ શબ્દોને ટાંક્યા વિના સ્પષ્ટ કર્યું હતું કે તેમનો 52 વર્ષનો અગાઉનો સહયોગ હોવા છતાં કોંગ્રેસમાં ફરીથી જોડાવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

  - Advertisement -

  “કોંગ્રેસ પક્ષ અને તેના નેતૃત્વ સામે મારી કોઈ ખરાબ ભાવના નથી, જો કે હું તેમને વિનંતી કરું છું કે તેઓ તેમના આ રીઢા સ્ટોરી પ્લાન્ટર્સને આમ કરવાથી દૂર રાખે. ફરી એકવાર હું આગ્રહ કરવા માંગુ છું કે આ વાર્તા સંપૂર્ણપણે પાયાવિહોણી છે!” તેણે પુનરોચ્ચાર કર્યો.

  ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ પત્રકાર પલ્લવી ઘોષે અગાઉ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષે 26 ઓગસ્ટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદને આક્રમક રીતે ઘેરવા માટે મીડિયામાં તેના મિત્રોને કહ્યું હતું.

  તાજેતરમાં જ ગુલામ નબી થયા હતા કોંગ્રેસથી ‘આઝાદ’

  26 ઓગસ્ટ 2022ના રોજ સમાચાર આવ્યા હતા કે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પક્ષના તમામ પદ પરથી અને પોતાનાં પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. એ પહેલા ઘણાં સમયથી આઝાદ કોંગ્રેસ અને તેની વરિષ્ઠ નેતાગીરીથી નારાજ ચાલી રહ્યાં હતાં.

  ગુલામ નબી આઝાદ અને તેમનું જૂથ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ તેમજ તેની ઉપલી હરોળની નેતાગીરીમાં આમૂલ પરિવર્તન લાવીને પક્ષને ફરીથી બેઠો કરવાની માંગ કરી રહ્યાં હતા, પરંતુ કોંગ્રેસના પ્રમુખ પદે છેવટે ગાંધી પરિવારના સભ્યો જ આરૂઢ થતા જોવા મળ્યા હતા. જે બાદ ત્યારે જ G23ના એક અન્ય સભ્ય આનંદ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ફક્ત એક કે બે નેતાઓ પૂરતો જ સીમિત પક્ષ નથી અને અત્યારે જે થઇ રહ્યું છે તે ન થવું જોઈએ.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં