Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુલામ અલીને ‘ગુલામ નબી’ સમજીને ટ્વિટ કરવા માંડ્યા 2BHK પત્રકાર અને કોંગ્રેસી...

    ગુલામ અલીને ‘ગુલામ નબી’ સમજીને ટ્વિટ કરવા માંડ્યા 2BHK પત્રકાર અને કોંગ્રેસી નેતા: સોશિયલ મીડિયા પર ફજેતી બાદ ટ્વિટ ડીલીટ કરી નાંખ્યાં

    ગુલામ અલીને રાજ્યસભામાં મનોનીત કરવામાં આવ્યા બાદ પત્રકાર અને કોંગ્રેસી નેતાઓ 'ગુલામ નબી' આઝાદને લઈને ટ્વિટ કરવા માંડ્યા હતા.

    - Advertisement -

    ગઈકાલે (શનિવાર, 10 સપ્ટેમ્બર 2022) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરકારની ભલામણ પર જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયમાંથી આવતા ગુલામ અલીને રાજ્યસભા માટે મનોનીત કર્યા હતા. જોકે, ‘ગુલામ અલી’ નામ વાંચીને કેટલાક ‘2BHK પત્રકાર’ અને કોંગ્રેસી નેતાઓ તેમને હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગુલામ નબી આઝાદ સમજી બેઠા હતા. કેટલાકે આ ગેરસમજ કરીને ટ્વિટ પણ કરી નાંખ્યાં હતાં, પરંતુ ફજેતી થયા બાદ ટ્વિટ ડીલીટ કરી નાંખ્યાં હતાં. 

    પત્રકાર રોહિણી સિંહે ગુલામ અલીને ગુલામ નબી સમજીને તેમની ઉપર આરોપ લગાવતું એક ટ્વિટ કરી નાંખ્યું હતું. ANIનું ટ્વિટ ક્વોટ કરીને રોહિણી સિંહે કહ્યું કે, ‘દેખીતી વાત છે કે આ નાટક અને નખરા આ બધું માટે હતાં. લ્યુટિયન્સ દિલ્હીની વચ્ચે બંગલા વગર એક પણ દિવસ રહી નથી શકતા.’ નોંધવું જોઈએ કે લ્યુટિયન્સ દિલ્હી દિલ્હીનો એક પોશ વિસ્તાર છે, જ્યાં મોટા ઉદ્યોગપતિઓ, મંત્રીઓ વગેરેના નિવાસસ્થાન આવેલાં છે. 

    જોકે, ફજેતી કરાવવામાં રોહિણી સિંહ એકલાં જ નથી. કોંગ્રેસ નેતા અજય માકને પણ આવું જ એક ટ્વિટ કર્યું હતું. ઉત્સાહમાં આવી જઇને એક લાંબો પેરેગ્રાફ લખતાં તેમણે લખ્યું, ‘આખરે ખબર આવી જ ગઈ. આઝાદ સાહેબ, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા મનોનીત. તો હવે નક્કી થઇ જ ગયું છે કે ગુલામ નબી આઝાદનું રાજીનામું કોણે લખ્યું હતું. આઝાદ સાહેબનું સમર્થન કરનારા અને તેમની સાથે સંપર્ક કરનારા પણ સંજ્ઞાન લે. કે દોર કોના હાથમાં છે.

    - Advertisement -

    જોકે, પત્રકાર પલ્લવી ઘોષે તેમને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ બીજા ગુલામ અલી છે ત્યારે અજય માકને ટ્વિટ ડીલીટ કરી નાંખ્યું હતું. 

    રોહિણી સિંઘ કેમ કહેવાય છે 2BHK પત્રકાર? 

    તથાકથિત પત્રકાર રોહિણી સિંહ હાલ ‘ધ વાયર’માં કામ કરે છે. સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ટ્વિટર પર તેમનું એક ઉપનામ 2BHK પત્રકાર પણ છે. તેનું કારણ એ છે કે 2017ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં અફવા ઉડી હતી કે રોહિણી સિંહને સમાજવાદી પાર્ટી તરફથી 2BHK એપાર્ટમેન્ટ મળ્યો હતો. 

    આવી અફવા એટલા માટે ઉડી હતી કારણ કે તેમણે પોતાના લેખમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે. જોકે, પરિણામો જાહેર થયા બાદ તેઓ અચાનક ગાયબ થઇ ગયાં હતાં અને મહિનાઓ સુધી સોશિયલ મીડિયા પર દેખાયાં ન હતાં. જોકે, આ આરોપોની પુષ્ટિ ક્યારેય થઇ શકી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં