Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત યુથ-કોંગ્રેસે વડાપ્રધાન મોદીના વખાણ કરતું ટ્વીટ કર્યું, પછી તાબડતોડ ડીલીટ પણ...

  ગુજરાત યુથ-કોંગ્રેસે વડાપ્રધાન મોદીના વખાણ કરતું ટ્વીટ કર્યું, પછી તાબડતોડ ડીલીટ પણ કર્યું, કોંગ્રેસે કહ્યું- એકાઉન્ટ હેક: યુઝર્સ ગેલમાં

  અધૂરામાં પૂરું ગુજરાત યુથ કોંગ્રેસે પોતાના માટે ક્ષોભમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને તસવીરમાં ભાજપ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સ્લોગન અને પ્રચલિત હેશટેગ #ModiHaiTohMumkinHaiનો પણ ઉપયોગ કર્યો.

  - Advertisement -

  ગુજરાત યુથ-કોંગ્રેસે વડાપ્રધાન મોદીના વખાણ કરતું ટ્વીટ કર્યું હતું, કોંગ્રેસના યુવા આયામ ગુજરાત પાંખના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આજે પીએમ નરેન્દ્ર મોદીની વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતી તસવીર ટ્વીટ કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસનાં ટ્વીટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં દર્શાવાયુ છે કે વડાપ્રધાને 2018માં દેવધર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને પછી 12 જુલાઈના રોજ તેમણે તે પ્રોજેકટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દર્શાવે છે કે તેમની સરકાર માત્ર વિકાસ પરિયોજનાઓની શરૂઆત જ નહીં પરંતુ પૂર્ણ પણ કરે છે.

  અધૂરામાં પૂરું ગુજરાત યુથ કોંગ્રેસે પોતાના માટે ક્ષોભમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને તસવીરમાં ભાજપ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સ્લોગન અને પ્રચલિત હેશટેગ #ModiHaiTohMumkinHaiનો પણ ઉપયોગ કર્યો.

  ગુજરાત યુથ કોંગ્રેસને પોતાની ભૂલ સમજાતા ફટાફટ ટ્વીટ ડીલીટ કર્યું હતું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું, ડીલીટ થયા પહેલાજ યુથ કોંગ્રેસનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું હતું, ઘણાં યુઝર્સ આ ટ્વીટને શેર કરીને રમુજ કરતા જોવા મળ્યા હતા,

  - Advertisement -

  એક યુઝર રમુજ કરતા લખે છે કે,” આ બધું શું ચાલી રહ્યું છે?- શું ગુજરાત યુથ કોંગ્રેસને ભાજપે “ટેક-ઓવર” કરી લીધું છે?

  દર વખતે ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા EVM પર આક્ષેપો કરતું જોવા મળે છે. યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ કોંગ્રેસના EVM પર આક્ષેપો બદલ કોંગ્રેસ પર કટાક્ષ કરતા જોવા મળ્યા હતા, તેઓ લખે છે કે “અને પછી તેઓ #EVM ને દોષ આપે છે, લાગેછે કે ગુજરાત યુવા કોંગ્રેસના એડમિન આ ટ્વિટ કરતા પહેલા પોતાનું એકાઉન્ટ સ્વિચ કરવાનું ભૂલી ગયા”

  તો અન્ય એક યુઝર આવનાર ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસની આ ભૂલ પર લખે છે કે “રાહુલ બાબા પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસે ભાજપ તરફી ગુજરાત ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે”

  અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની ભૂલ ધ્યાન પર આવતા ઇન્ડીયન યુથ કોંગ્રેસના હેડ મનુ જૈન આગ લાગ્યાં બાદ કુવો ખોદતા નજરે પડ્યા હતા, તેમણે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ” અમારા ધ્યાને આવ્યું છેકે ગુજરાત યુથ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ @IYCGujarat હેક કરવામાં આવ્યું છે. અમે ટ્વિટરના સતત સંપર્કમાં છીએ અને એકાઉન્ટની ઍક્સેસ ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

  ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક

  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગુજરાત પોલીસનું સત્તાવાર ટ્વીટર પણ હેક થયું હતું, જેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, તમને બધાને અવગત કરું છું કે, ગુજરાત પોલીસનું ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. બધાને વિનંતી છે કે, જણાવવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત પોલીસના એકાઉન્ટ પરથી આવતા સંદેશ કે માહિતીને પ્રતિસાદ કે પ્રતિક્રીયા ના આપવી.”

  ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયા બાદ ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલના હોમ પેજ પર વિચિત્ર અંગ્રેજી અક્ષરોમાં ટેસ્લાના CEO એલોન મસ્કનું નામ બતાવી રહ્યું હતું. અને હેકરો દ્વારા હેન્ડલ પરત કરવા માટે કેટલાક “કોઇન્સ” ની માંગણી કરી હતી,

  ગુજરાત પોલીસના હેક થયેલા ટ્વીટરનો સ્ક્રીનશોટ (સભાર ABP News)

  ઉલ્લેખનીય છે કે મનુ જૈનના “એકાઉન્ટ હેક” ના દાવા બાદ લોકો એવો પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, જો ખરેખર એકાઉન્ટ થયું હોય તો માત્ર એકજ ટ્વીટ શા માટે શેર કરવામાં આવ્યું? અને જો આપ એક્સેસ પાછા મેળવાના પ્રયાસ કરી રહ્યા છો તો ટ્વીટ ડીલીટ કોણે કર્યું? આપના કહેવા મુજબ તો આપની પાસે ઍક્સેસ છે જ નઈ, જયારે ગુજરાત પોલીસના એકાઉન્ટ હેક થયા બાદ હેકરોએ તેમાં ઘણાં ફેરફાર કર્યા હતા, જયારે ગુજરાત યુથ કોંગ્રેસના એકાઉન્ટમાં કોઈ પણ ફેરફાર જોવા મળતા નથી, જે લોકોને એકાઉન્ટ હેક થવાના નિવેદન પર વિચાર કરવા મજબુર કરી રહ્યું છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં