વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઇન્ડિયાના વિચારને સાર્થક કરતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે મુખ્યમંત્રીના હસ્તે કેમિકલ ક્ષેત્રે ₹ 1401 કરોડના વધુ 4 MoU થયાં છે. આ રોકાણોના લીધે યુવાઓ માટે 2000થી વધુ રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ પૂર્વે બે કડીમાં કુલ ₹ 2761 કરોડના 10 MoU સંપન્ન કર્યા છે. આ ઉદ્યોગગૃહો ભરૂચ જિલ્લાની સાયખા GIDC તેમજ દહેજ GIDCમાં પોતાના એકમો શરૂ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર તથા વિવિધ 4 ઉદ્યોગગૃહો વચ્ચે કેમિકલ સેક્ટરમાં ₹1401 કરોડના કુલ રોકાણો સાથે #ભરૂચ જિલ્લાના સાયખા તથા દહેજ GIDCમાં ઉદ્યોગો શરૂ કરવા માટેના MoU સંપન્ન.#GIDC #Gujarat #Devlopment #Infrastructure pic.twitter.com/DQ0Eyzjrl7
— Gujarat Information (@InfoGujarat) August 2, 2023
મળતી માહિતી અનુસાર, આ એકમો શરૂ થવાથી કુલ 5 હજારથી વધુ સંભવિત રોજગારીની તકો આવનારા દિવસોમાં પ્રાપ્ત થશે. તદ્નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં- 1800, એન્જિનિયરીંગ સેક્ટરમાં- 700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. જેથી અનેક રોજગારીની તકો સર્જાતાં અન્ય રોકાણકારો પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષિત થશે.
આ ઉપક્રમે બુધવારે (2 ઓગષ્ટ, 2023) CM ભુપેન્દ્ર પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સાઈનિંગ કાર્યક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ ₹ 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયાં છે.
આ ઉપક્રમની બીજી કડી અનુસાર સાયખા અને દહેજ GIDCમાં 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરુ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-2માં ₹ 50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમિટેડ સાયખા GIDCમાં ₹ 493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે. હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ ₹ 300 કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્ડીયા પ્રા. લિમીટેડ દહેજ-3માં ₹ 108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડ પિગ્મેન્ટ ઈન્ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાના છે.
આ MoU સાઈનિંગ અવસરમાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તેમજ ઈન્ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.