Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્યમાં હથિયારોની તસ્કરી કરતા હનીફ બેલીમ અને તેની ગેંગને ઝડપવામાં ગુજરાત પોલીસને...

    રાજ્યમાં હથિયારોની તસ્કરી કરતા હનીફ બેલીમ અને તેની ગેંગને ઝડપવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા: લૂંટ અને હત્યાના અનેક ગુના ઉકેલાયા

    હનીફ ખેડબ્રહ્મામાં લુંટ વીથ મર્ડરના ગુનામાં ફરાર હતો, આ સાથે તે પોતાની ગેંગ સાથે મળીને અવારનવાર હથિયારોની તસ્કરી ઉપરાંત લૂંટની ઘટનાને પણ અંજામ આપતો રહે છે છે. હનીફે તેના સાગરીતો સાથે મળીને ખેડબ્રહ્મામાં લૂંટ વીથ મર્ડરનો ગુનો આચરીને વોન્ટેડ હતો.

    - Advertisement -

    રાજ્યમાં થયેલી હત્યાઓ, લુંટ અને તસ્કરીના અનેક ગુનાઓ ડીટેકટ કરવા મહેનત કરતી ગુજરાત પોલીસે હથિયારોની તસ્કરી કરતા હનીફ બેલીમને ગેંગ સહિત ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 હથિયાર સાથે કુખ્યાત આરોપી હનીફ બેલીમ સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આ હિસ્ટ્રીશીટરોના ઝડપાયા સાથે જ ખેડબ્રહ્માના આંગડિયા પેઢીની લૂંટ વીથ મર્ડરનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. પોલીસે હનીફ ઉર્ફે સબીર બેલીમ, અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન ઉર્ફે રેબર મલેકને સાણંદ નજીકથી દબોચ્યા હતા.

    મળતા અહેવાલો અનુસાર ગુજરાત પોલીસે હથિયારોની તસ્કરી કરતા હનીફ બેલીમને ઝડપવા માટે હ્યુમન ઈન્ટેલીજન્સ સહીત ચક્રો ગતિમાન કર્યાં હતા. તેવામાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.યુ.મુરીમા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, પાટણના સમી તાલુકામાં રહેતો અને લૂંટ વીથ મર્ડર તેમજ હથિયારની તસ્કરીના કાંડમાં સંડોવાયેલો હનીફ ઉર્ફે સબીર બેલીમ હથિયારોનો જથ્થો લઇને શાંતિપુરા સર્કલ પાસે આવ્યો છે અને તેણે કેટલાક સાગરીતોને હથિયારોની ડીલીવરી માટે બોલાવ્યા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને હનીફ ઉર્ફે સબીર તેમજ તેના સાગરીતો અસલમ સોલંકી, મોહમદખાન ઉર્ફે મલેક, આસિફખાન મલેકની ધરપકડ કરી હતી.

    લૂંટ વીથ મર્ડરનો ભેદ પણ ઉકેલાયો

    ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાંચે બંદુક, રિવોલવર, દેશી તમંચો, પિસ્તોલ સહિત 12 હથિયાર જપ્ત કર્યા છે. તમામ આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ છે કે દુશ્મનાવટ કાઢવા તેમજ લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપવા માટે હનીફ આ હથિયારો તેના સાગરીતોને વેચવા માટે આવ્યો હતો. પણ હનીફ અને તેની ગેંગ હથિયારોથી આતંક ફેલાવે તે પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે સફળ ઓપરેશન પાર પાડીને ખેડબ્રહ્મામામાં થયેલા લૂંટ વીથ મર્ડરના ગુનાનો ભેદ પણ ઉકેલી દીધો છે. હનીફની પુછપરછમાં સામે આવ્યુ હતું કે તેણે મૌલિકસિંહ ઉર્ફે મુનાબાપુ વાઢેર તેમજ કાળુભા રાઠોડ પાસેથી હથિયાર ખરીદ્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે હનીફ ખેડબ્રહ્મામાં લુંટ વીથ મર્ડરના ગુનામાં ફરાર હતો, આ સાથે તે પોતાની ગેંગ સાથે મળીને અવારનવાર હથિયારોની તસ્કરી ઉપરાંત લૂંટની ઘટનાને પણ અંજામ આપતો રહે છે છે. હનીફે તેના સાગરીતો સાથે મળીને ખેડબ્રહ્મામાં લૂંટ વીથ મર્ડરનો ગુનો આચરીને વોન્ટેડ હતો. આ સિવાય ઝડપાયેલા તમામ આરોપીઓ લૂંટ તેમજ મર્ડર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે જેથી ક્રાઇમ બ્રાંચે તમામની સઘન પુછપરછ શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં