Thursday, June 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું: રાતના 2 વાગ્યે ATSએ વડોદરાથી 15ની...

  ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું: રાતના 2 વાગ્યે ATSએ વડોદરાથી 15ની ધરપકડ, ફરી એક કમિટી રચાઈ; હમણાં સુધીના ઘટનાક્રમ પર એક નજર

  નોંધનીય છે નવી સરકાર અંતર્ગત પહેલી અને મોટી પરીક્ષા હતી આ. આ પરીક્ષામાં 1181 જગ્યાઓ માટે 9.53 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા  2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.

  - Advertisement -

  રવિવાર, 29 જાન્યુઆરીના રોજ GPSSBની જુનિયર કલાર્કની પરીક્ષા યોજાવાની હતી. આ માટે ગુજરાતભરમાંથી લગભગ 9 લાખ વિદ્યાર્થીઓ વહેલી સવારે જ પોતપોતાના સ્થાનેથી પરીક્ષાસ્થળોએ પહોંચ્યા હતા. અને એવામાં કંઈક સમાચાર આવ્યા કે સૌનું હૈયું બેસી ગયું. સમાચાર આવ્યા કે આગલા દિવસે જ આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું. જેથી તાત્કાલિક અસરથી આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

  અહેવાલો અનુસાર ગુજરાતમાં ફરી એકવાર પેપર લીકના સમાચાર સામે આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને 29 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત ATSની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  ગુજરાત ATSએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા પાંચ લોકો ગુજરાતના રહેવાસી છે બાકીના 10 ગુજરાત બહારના છે. હૈદરાબાદ, ઓડિશા, મદ્રાસમાં એટીએસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. તમામ આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

  - Advertisement -

  આ રીતે થયો પેપર ખુલાસો

  પરીક્ષાના આગળ દિવસે એટલે કે શનિવારે ગુજરાત પોલીસને એક યુવક પાસેથી આ પ્રશ્નપત્રની નકલ મળી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી અને તપાસના ઘોડા દોડાવ્યા હતા. ત્વરિત કાર્યવાહી કરતા ગુજરાત ATS દ્વારા મધરાતે 2 વાગ્યા આસ પાસ વડોદરામાંથી 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

  જે બાદ પરીક્ષાનો સમય નજીક આવત આ બાબતની જાહેરાત કરીને પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. તપાસ બાદ આ પરીક્ષાની નવી તારીખો જલ્દી જાહેર કરવામાં આવનાર છે.

  ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત
  મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર-ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એટીએસને પ્રાથમિક કડી મળી હતી.

  પેપર લીક મુદ્દે ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામના વ્યક્તિ તથા કેતન બારોટ સહિત 15 લોકોની અટકાયત કરી છે.

  મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

  તપાસ માટે રચાઈ સમિતિ, નવી તારીખની જાહેરાત પણ કમિટી કરશે

  પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે.

  અહેવાલ મુજબ આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે. કમિટી દ્વારા આ કેસમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેની સોંપણી સરકારને કરવામાં આવશે. આ કમિટી આગામી પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે આજે જ નિર્ણય લઈને નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવે છે કે આગામી ટૂંક સમયમાં ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે.

  1181 જગ્યાઓ માટે 9.53લાખ ફોર્મ ભરાયા હતા

  નોંધનીય છે નવી સરકાર અંતર્ગત પહેલી અને મોટી પરીક્ષા હતી આ. આ પરીક્ષામાં 1181 જગ્યાઓ માટે 9.53 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા  2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.

  પરીક્ષા રદ્દ થવાના સમાચાર મળતા જ ગુજરાતભરના પરીક્ષા મથકો પર વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. તેઓએ પાછું ઘરે પહોંચવા બસ સ્ટેશનો તરફ દોટ મૂકી હતી. ઘણી જગ્યાઓએ આ બાબતે વિરોધ પણ સામે આવ્યો હતો.

  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આ બાબતે ભાજપ સરકારને ઘેરી છે. સરકાર અને પોલીસ તંત્ર હાલ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને કોઈ પણ આ બાબતે ઢીલું મુકવાના મૂડમાં નથી દેખાઈ રહ્યું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં