Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મસ્જિદની અજાન બાબતે હમણાં સુધી શું કાર્યવાહી કરી?': ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે...

    ‘મસ્જિદની અજાન બાબતે હમણાં સુધી શું કાર્યવાહી કરી?’: ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ; અરજી કરનાર અરજદાર અને વકીલને મળી ધમકી

    અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ અંગે થઈ જાહેર હિતની અરજી પર હાઈકોર્ટનું કડક વલણ.

    - Advertisement -

    અમદાવાદ  શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની રિટ અરજી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે. સાથે જ મસ્જિદોમાં થતી અજાન બાબતે પણ હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

    અહેવાલો મુજબ મસ્જિદોમાં વાગતી અજાનના પગલે સામાન્ય જનતાને પરેશાની થતી હોવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં લઈ જવાયો હતો. એટલું જ નહીં ગાંધીનગરમાં બનેલ ગેરકાયદે મસ્જિદોનો પણ મુદ્દો અરજીમાં ઉઠ્યો હતો. ત્યારે આ મામલે સરકાર શુ નિર્ણય લઈ રહી છે. તે કાર્યવાહીનું 12 એપ્રિલ સુધીમાં સોગંદનામું રજૂ કરવા નિર્દેશ અપાયો છે.

    ઉલ્લેખનીય છે કે મસ્જિદોમાં થતી અજાન બાબતે અરજી કરનાર અરજદાર અને તેના વકીલને ધમકી મળતા હવે આ મામલે બજરંગ દળે ઝંપલાવ્યું છે. મહત્વનું છે કે ગાંધીનગર બજરંગ દળના સંયોજકે આ જાહેર હિતની અરજીમાં અરજદાર તરીકે જોડાવાની પરવાનગી માંગી હતી જેને હાઇકોર્ટે મંજૂરી પણ આપી છે.

    - Advertisement -

    લાઉડ સ્પીકર અને DJ બાબતે હાઇકોર્ટના નિર્દેશ

    એ જ સમયે લાઉડ સ્પીકર અને ડીજેના કારણે ફેલાતા ધ્વનિ પ્રદુષણના મામલે હાઇકોર્ટ દ્વારા સરકારને મહત્વનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પ્રસંગની ઉજવણી દરમિયાન પાર્ટી, કમિટી હોલ સહિતના સ્થળો પ્રસંગ અનુસંધાનની જાણકારી સ્થાનિક પોલીસને આપવી પડશે તેમ જણાવ્યું છે.

    વધુમાં ધ્વનિ પ્રદૂષણ અંગેની ફરિયાદોને પોલીસ સરળતાથી ન લે તેવી ટકોર પણ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી આમ ધ્વનિ પ્રદુષણ અંગે સરકાર પગલાં લે તેવી સૂચના અપાઈ હતી.

    સુનાવણીમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે સુનાવણી દરમિયાન એવી ટકોર કરી હતી કે, જ્યાં લગ્નો હોય તે પાર્ટી પ્લોટ, હોલ વગેરેમાંથી તંત્રે ડેટા મેળવવા જોઇએ. લગ્નોની સિઝનમાં જાહેર નોટિસ પ્રકાશિત કરવી જોઇએ. જેથી કરીને લોકો આવી રીતે ધ્વનિ પ્રદૂષણ કરતાં અટકે. ધ્વનિ પ્રદૂષણ કરનારા સામે તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જોઇએ.’

    એક અરજીમાં અરજદારે એવી દલીલ કરી કે,  ટ્રક ડીજેમાં મોટી-મોટી સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવે છે અને તેના લીધે ૧૦૦ મીટર સુધીના વિસ્તારોમાં બારી-બારણાં પણ ધ્રુજવા લાગે છે. જે નિયત ડેસિબલ કરતાં વધુ હોવાથી ગેરકાયદે છે અને નાગરિકોને ધ્વનિ પ્રદૂષણના ભોગ બનવું પડે છે. આવા ધ્વનિ પ્રદૂષણની ૧૦ હજારથી વધુ ફરિયાદો થઇ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં