Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત'ભગવાન પણ આપણને નહીં બચાવે કે નહીં માફ કરે'- ગુજરાત હાઇકોર્ટ: નડિયાદની...

    ‘ભગવાન પણ આપણને નહીં બચાવે કે નહીં માફ કરે’- ગુજરાત હાઇકોર્ટ: નડિયાદની ગાયોના મૃતદેહના ફોટા જોઈને ચોંકી ગયા મુખ્ય ન્યાયાધીશ

    આ એફિડેવિટ સાથે અરજદારે 30 જેટલી ગાયોના મૃતદેહના ફોટા હાઇકોર્ટમાં રજુ કર્યા હતા. કતલ કરેલી ગાયોના હૃદય કંપી ઉઠે એવી હાલતમાં ફોટા જોતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ.જે. શાસ્ત્રીએ પ્રશાસનની ઝાટકણી કાઢી હતી.

    - Advertisement -

    ‘ભગવાન પણ આપણને નહીં બચાવે કે નહીં માફ કરે’- આ શબ્દો છે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના. જેમણે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી કરવામાં આવેલી એક અપીલની સુનાવણી દરમિયાન આ શબ્દો વાપર્યા હતા. જ્યાં એક અરજદારે મૃત ગાયોના મૃતદેહોને ટાંકીને એક PIL કરી હતી.

    અહેવાલો મુજબ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી એક અરજદાર મૌલિક શ્રીમાળી દ્વારા કસાઈખાને કતલ કરેલી ગાયોના જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પર રઝળતા મૃતદેહો વિશે અને ઢોરના શેડમાં પ્રાણીઓના મૃત્યુ અંગે ધ્યાન દોરતી એક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં આ વિશે એક એફિડેવિટ રજુ કરી હતી. જેમાં તેમણે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, “નડિયાદમાં કસાઈઓ દ્વારા ગાયોની કતલ કરી તેમના મૃતદેહોને જાહેર સ્થળ પર રઝળતી હાલતમાં ખુલ્લા મૂકી દેવામાં આવે છે. તો અમુક કોર્પોરેશનની જમીન પર પડી રહે છે. આ જોઈ લોકોની લાગણી દુભાય છે અને આ આવું કૃત્ય જાણી જોઈને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે.”

    આ એફિડેવિટ સાથે અરજદારે 30 જેટલી ગાયોના મૃતદેહના ફોટા હાઇકોર્ટમાં રજુ કર્યા હતા. કતલ કરેલી ગાયોના હૃદય કંપી ઉઠે એવી હાલતમાં ફોટા જોતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ.જે. શાસ્ત્રીએ પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ.જે શાસ્ત્રી અને ન્યાયાધીશ હેમંત પ્રચ્છક આ કેસની સુનાવણી કરી રહ્યા છે.

    - Advertisement -

    આ મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ એ.જે. શાસ્ત્રીએ કહ્યું ”આ ખુબ આધાતજનક છે, ખુબ જ આધાતજનાક. અમને આ બાબતે દુઃખ છે. નીતિ-નિયમોના અમલીકરણ માટે આ રીતે નિર્દોષ પશુઓના બલિદાન કોઈ ભોગે લઇ શકાય નહિ અને જો આ રીતે ચાલતું રહ્યું તો ભગવાન પણ આપણને બચાવશે કે માફ કરશે નહિ. આ નિર્દોષ પશુઓ સાથે આવું કૃત્ય ન થઇ શકે. લોકોની સુવિધા માટે આમ એક પણ નિર્દોષ પશુનું બલિદાન ચલાવી લેવામાં નહિ આવે. આ એક આપાતકાલીન પરિસ્થિતિ છે”

    આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને આ વિષયે તપાસ કરી રીપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતું. આ વિષયે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પણ તપાસ કરી કાર્યવાહી કરવાનું આશ્વાશન આપ્યું હતું અને કોર્ટને જણાવ્યું હતું કે આવા કૃત્યો અમુક ખાસ અસામાજિક તત્વોના ઇશારે કરવામાં આવી રહ્યા છે. આ અસામાજિક તત્વો કોણ છે એની તપાસ કરવામાં આવશે.

    આ સમગ્ર મામલાની સુનાવણી હવે 13મી ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. હાઇકોર્ટની ઝાટકણી બાદ પ્રશાસન પશુઓઓની  સ્થિતિ અને નડિયાદની ઘટના અંગે કાર્યવાહી કરશે એમ માનવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં