Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ગુજરાતમાં કટ્ટરપંથી વિચારધારા પર લગામ લાગશે: ગુજરાત સરકાર કટ્ટરપંથ વિરોધી સેલ...

    હવે ગુજરાતમાં કટ્ટરપંથી વિચારધારા પર લગામ લાગશે: ગુજરાત સરકાર કટ્ટરપંથ વિરોધી સેલ સ્થાપવાની તૈયારી કરી રહી છે.

    સમુદાય પોલીસિંગ આ પ્રોજેક્ટનો મોટો ભાગ હશે. સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને કટ્ટરપંથી બની શકે તેવા લોકોની વધુ અસરકારક ઓળખ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય પોલીસ વિભાગ તે વિસ્તારોના સભ્યોનો સમાવેશ કરશે જ્યાં સેલની સ્થાપના કરવામાં આવશે,

    - Advertisement -

    ગુજરાતમાં નવા વિક્રમ સાથે જીતી ફરી સત્તા પર આવ્યાના એક મહિનાની અંદર, શાસક ભાતીય જનતા પાર્ટી પોતાનાં વચનોમાંનું એક વચન પૂર્ણ કરવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એવા વિસ્તારોમાં કટ્ટરપંથી વિરોધી સેલ સ્થાપવા માટે તૈયાર છે જ્યાં કટ્ટરપંથીઓ હોવાની શક્યતાઓ વધુ છે.

    Times Of Indiaના અહેવાલો અનુસાર આ કટ્ટરપંથી વિરોધી સેલ પોલિસ સ્ટેશનોમા સ્થાપવામાં આવશે. આ એ વિસ્તારોના પોલિસ સ્ટેશનો હશે જ્યાં પહેલા ધાર્મિક હુલ્લડો, તોફાનો થયાનો ઈતિહાસ રહ્યો છે. દેશગુજરાતના જણાવ્યા અનુસાર, કટ્ટરપંથ વિરોધી સેલ એવા પોલીસ સ્ટેશનોમાં સ્થાપિત કરવામાં આવશે જેમના કાર્યક્ષેત્રમાં સાંપ્રદાયિક હિંસાનો ઈતિહાસ રહ્યો છે. કટ્ટરવાદનો ઈતિહાસ ધરાવતા બોર્ડર વિસ્તારના પોલીસ સ્ટેશનો પણ કટ્ટરપંથી વિરોધી સેલના વિશેષ પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

    છેલ્લા કેટલાક દિવસોમાં, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રોજેક્ટની વિગતો તૈયાર કરવા માટે બેઠકો યોજી છે. આ બેઠકોમાંથી જે વિગતો બહાર આવી છે તે એમ જણાવે છે કે, ” કટ્ટરપંથ વિરોધી સેલ જ્યાં સ્થાપવા જોઈએ તેવા વિસ્તારો અને પોલીસ સ્ટેશનોને નકશા બનાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.”

    - Advertisement -

    જ્યારે હજુ સુધી કંઈપણ સત્તાવાર રીતે કરવામાં આવ્યું નથી, સૂત્રોએ મીડિયાને માહિતી આપી હતી કે સમુદાય પોલીસિંગ આ પ્રોજેક્ટનો મોટો ભાગ હશે. સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને કટ્ટરપંથી બની શકે તેવા લોકોની વધુ અસરકારક ઓળખ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય પોલીસ વિભાગ તે વિસ્તારોના સભ્યોનો સમાવેશ કરશે જ્યાં સેલની સ્થાપના કરવામાં આવશે.

    ભાજપે 2022ની ચૂંટણી પહેલા તેના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યમાં કટ્ટરપંથ વિરોધી સેલની સ્થાપના કરવાનું વચન આપ્યું હતું. તે સમયે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ રાજ્ય સરકાર “સંભવિત જોખમો, આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલ અને ભારત વિરોધી દળોને ઓળખવા અને તેને દૂર કરવા માટે કટ્ટરપંથી વિરોધી સેલ બનાવશે.”

    Times Of Indiaના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ એક સંઘર્ષાત્મક કવાયત નહીં, પરંતુ એક સહભાગીતા હશે. એવા વ્યક્તિઓ જે સંભવીત કટ્ટરપંથી બની શકે તેવા હશે તેઓની ઓનલાઈન હીલચાલ પર કટ્ટરપંથ વિરોધ સેલ નજર રાખશે.

     
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં