Friday, October 4, 2024
More
    હોમપેજગુજરાતસરકારી કર્મચારીઓને 'દિવાળી', રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો: 4.45 લાખ...

    સરકારી કર્મચારીઓને ‘દિવાળી’, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો: 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ

    આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

    - Advertisement -

    રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારમાં સેવા આપતા સરકારી કર્મચારીઓ માટે CM ભુપેન્દ્ર પટેલે 1 જુલાઈ 2023થી કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ આપવાની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ માટે ભેટ સમાન આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આપી હતી.

    આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

    રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, મોંઘવારી ભથ્થાની કુલ 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી લઇ ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. ઉપરાંત, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે, તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવવામાં આવશે તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

    - Advertisement -

    આ ઉપરાંત સરકારી કર્મચારીઓની માંગણીઓને ધ્યાને લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વર્ધિત-પેન્શન યોજના NPSમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે નિર્ણય અનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ માત્ર 10 ટકા ફાળો ભરવાનો રહેશે જયારે રાજ્ય સરકાર તેની સામે કુલ 14 ટકા ફાળો આપશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર ધોરણ અનુસાર થશે. રાજ્ય સરકારના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં