Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતદૂધની સાથે હવે છાણ પણ વેચાશે, ગુજરાત સરકારે કરી પશુપાલકો માટે મોટી...

    દૂધની સાથે હવે છાણ પણ વેચાશે, ગુજરાત સરકારે કરી પશુપાલકો માટે મોટી જાહેરાત: કિલોના ભાવે ચુકવવામાં આવશે રૂપિયા- બાયોગેસ અને વીજ ઉત્પાદન કરાશે

    યોજના મુજબ દૂધની જેમ છાણની પણ સરકાર કિંમત ચૂકવશે, જેમાં પ્રત્યેક કિલોગ્રામ છાણ દીઠ 1 રૂપિયો ચુકવવવામાં આવશે. જેથી પશુપાલકોને પશુપાલનમાંથી દૂધનો રૂપિયા તો મળશે જ સાથે સાથે છાણમાંથી પણ કમાણી થશે.

    - Advertisement -

    ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્યની સરકારો એક પછી એક પછી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહી છે. PM મોદીની સરકાર દેશ અને રાજ્યમાં ખેડૂત અને પછાત વર્ગના લોકો માટે સતત નવી યોજનાઓ લાવી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે સોમવારે (26 ફેબ્રુઆરી 2024) રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે વિધાનસભામાં ખેડૂત અને ગૌધન રાખતા પશુપાલકો માટે નવી જાહેરાત કરી છે. મંત્રી જગદીશ પંચાલે સહકાર વિભાગ થતા માર્ગ- મકાન વિભાગની ચર્ચા કરતી વખતે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં પશુપાલકો માટે નવી યોજનાં જાહેર કરવામાં આવે છે, જે અંતર્ગત હવેથી તમામ ડેરી સંસ્થાઓ અને ડેરી ઉત્પાદક સંઘો આગામી સમયમાં પશુપાલકો પાસેથી પશુઓનું છાણ ખરીદશે અને તેમાંથી જૈવિક ખાતર તથા બાયોગેસનું ઉત્પાદન શરૂ કરશે.

    આ યોજના અનુસાર ડેરી ઉત્પાદકો અને સંઘો ખેડૂતો અને પશુપાલકોના ઘરે જઈ ડોર-ટુ-ડોર છાણ ભેગું કરશે. યોજના મુજબ દૂધની જેમ છાણની પણ સરકાર કિંમત ચૂકવશે, જેમાં પ્રત્યેક કિલોગ્રામ છાણ દીઠ 1 રૂપિયો ચુકવવવામાં આવશે. જેથી પશુપાલકોને પશુપાલનમાંથી દૂધનો રૂપિયા તો મળશે જ સાથે સાથે છાણમાંથી પણ કમાણી થશે. મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે આ એકત્રિત થયેલા છાણનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે પણ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરી આ યોજનાંની પહેલાથી જ પશુપાલકો પાસેથી ઢોરનું છાણ ખરીદતી આવી છે. બનાસ ડેરી પશુઓના છાણનો ઉપયોગ બાયોગેસ ઉત્પન્ન કરવા અને બાયોગેસ પંપ ચલાવવા કરે છે. કાર ઉત્પાદક કંપની સુઝુકી મોટર્સે બનાસ ડેરી સાથે બાયોગેસના ચાર પંપ ખોલવા માટે ભાગીદારી પણ કરી છે. આ ઉપરાંત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) પણ આ ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે. સાથે કેન્દ્રની સરકારે પણ છાણમાંથી બનતા બાયોગેસ અને બાયો ફર્ટિલાઇઝર્સના ઉપયોગ પર ભાર મૂક્યો છે.

    - Advertisement -

    પશુપાલનના ધંધામાં મોટાભાગે પશુપાલકો ગાય-ભેસ, ઘેટાં-બકરા જેવા દુધાળા પશુઓનો ઉપયોગ કરે છે. જેમાંથી મળતા દૂધનું વેચાણ કરી પશુપાલકો કમાણી કરે છે. ગાય-ભેસ જેવા મોટા પશુઓમાંથી દૂધની માત્રા વધુ મળતી હોવાથી મોટાભાગના ખેડૂતો-પશુપાલકો ગાય-ભેસ રાખવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દૂધ સાથે તેમના છાણની પણ ખરીદીની જાહેરાતથી ખેડૂતો-પશુપાલકોને બમણી કમાણી થવાની આશા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં