Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતભરૂચ-અંકલેશ્વર પૂર: ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે...

    ભરૂચ-અંકલેશ્વર પૂર: ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે જાહેર કર્યું કૃષિ રાહત પેકેજ

    તાજેતરમાં તારીખ 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સરદાર સરોવર ડેમ પણ છલોછલ ભરાઈ જતાં અને દોઢ જ દિવસમાં ડેમની ક્ષમતા જેટલું પાણી આવી જતાં દરવાજા ખોલવા પડ્યા હતા. જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો અને પાણી શહેરોમાં અને ગામડાંમાં ઘૂસી ગયાં હતાં.

    - Advertisement -

    તાજેતરમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લા તેમજ ઉપરવાસમાં અતિવૃષ્ટિના કારણે નર્મદા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બીજી તરફ ઉભા બાગાયતી પાક પર પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોએ ભારે નુકસાની વેઠવી પડી હતી. તેવામાં ભરૂચ-અંકલેશ્વરના પૂર બાદ થયેલા પાક નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે ખેડૂતો માટે રિલીફ પેકેજ (કૃષિ રાહત પેકેજ 2023) જાહેર કર્યું છે.

    તાજેતરમાં તારીખ 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સરદાર સરોવર ડેમ પણ છલોછલ ભરાઈ જતાં અને દોઢ જ દિવસમાં ડેમની ક્ષમતા જેટલું પાણી આવી જતાં દરવાજા ખોલવા પડ્યા હતા. જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો અને પાણી શહેરોમાં અને ગામડાંમાં ઘૂસી ગયાં હતાં. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પણ નુકસાન થયું તેમજ ખેડૂતોએ પણ સારી એવી નુકસાની વેઠવી પડી. પૂરના કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે ખેડૂતો માટે આ સહાય જાહેર કરી છે.

    નોંધનીય છે કે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારો તેમજ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકારે જાહેર કરેલું કૃષિ રાહત પેકેજ 2023 મળવાપાત્ર રહેશે. આ પેકેજ અનુસાર 2023-2024ના ખરીફ ઋતુના બિનપિયત પાકોને થયેલા નુકસાન માટે SDRF મુજબ હેક્ટર દીઠ ₹8,500 લેખે 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. સાથે જ પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન પર SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા ₹17000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાયરૂપે હેકટર દીઠ ₹8000 મળીને કુલ રૂપિયા ₹25000ની સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવશે.

    - Advertisement -

    આ સાથે જ પૂરથી બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ ₹22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટર ₹15000 મળી કુલ 37,500 સહાય ખેડૂતોને મળશે. જોકે, આ પેકેજ પણ ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ ઉપરાંત ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં પણ SDRF નિયમ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500ની સહાય ઉપરાંત રાજ્ય સરકારના ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા ₹1,02,500ની સહાય મળીને કુલ ₹1,25,000ની સહાય ખેડૂતોને આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં