Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતમાં AAPના સારા પ્રદર્શનના દાવા પોકળ’: જાણીતા પત્રકારનું નિવેદન, કહ્યું- પાર્ટીના ચિહ્ન...

    ‘ગુજરાતમાં AAPના સારા પ્રદર્શનના દાવા પોકળ’: જાણીતા પત્રકારનું નિવેદન, કહ્યું- પાર્ટીના ચિહ્ન પર જ જીત મળી હોત તો રાજા-વજીર હાર્યા ન હોત

    ગુજરાતનાં પત્રકાર દેવાંશી જોશીએ પોતાની યુટ્યુબ ચેનલ ‘જમાવટ’ના એક ઇન્ટરવ્યૂમાં ગુજરાતના જાણીતા પત્રકાર અજય ઉમટ સાથે ચર્ચા કરી હતી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામને આજે દોઢ મહિના જેટલો સમય થઇ ગયો છે. વિવિધ વિશ્લેષકો પરિણામની અલગ-અલગ કારણો અને તારણો કાઢતા રહ્યા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો એ વાતથી અસમંજસમાં છે કે ભાજપે આટલી સીટો કેવી રીતે મેળવી. સાથે-સાથે ઘણા લોકો AAPના ગુજરાત પ્રવેશ અંગે પણ જાત-જાતના દાવાઓ કરે છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) પણ પોતે ઘણું સારું પ્રદર્શન કર્યું છે તેવો દાવો કરતી રહી છે. પરંતુ આ દાવાને ગુજરાતના પત્રકાર અજય ઉમટે એક ઇન્ટરવ્યૂમાં નકારી કાઢ્યો છે. 

    વાત જાણે એમ છે કે, ગુજરાતનાં પત્રકાર દેવાંશી જોશીએ પોતાની યુટ્યુબ ચેનલ ‘જમાવટ’ના એક ઇન્ટરવ્યૂમાં ગુજરાતના જાણીતા પત્રકાર અજય ઉમટ સાથે ચર્ચા કરી હતી હતી. જેમાં દેવાંશીએ ગુજરાત ચૂંટણીમાં AAPના પ્રદર્શનને લઈને સવાલ કર્યો હતો. તેના જવાબમાં અજય ઉમટે સ્પષ્ટ કહ્યું હતું કે “ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે તે એક મોટું જુઠાણું માત્ર છે.” 

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો પોતાની ક્ષમતા પર જીત્યા છે, એક પણ ઉમેદવાર પાર્ટીના ચિહ્ન પર જીત્યો નથી. જો પાર્ટીના સિમ્બોલ પર જીત્યા હોત તો સુરતમાં કેમ આમ આદમી પાર્ટીની કારમી હાર થઇ? મુખ્યમંત્રીનો ચહેરો પણ કેમ હાર્યો? પ્રદેશ પ્રમુખનો ચહેરો પણ કેમ હાર્યો?”

    - Advertisement -

    જીતેલા ઉમેદવારો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, “ચૈતર વસવાને કોંગ્રેસે ટિકિટ ન આપી માટે તે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા અને જીત્યા. તે મૂળ છોટુ વસાવાની પાર્ટીના વ્યક્તિ હતા. બાપ દીકરાના ઝઘડાના કારણે ચૈતર વસવાને ફાયદો થયો. તે અન્ય કોઈ પાર્ટીમાંથી લડ્યો હોત તો પણ તે જ જીતી ગયા છે.”

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “અન્ય સીટો પર પણ જે લોકો જીત્યા છે તે પણ પોતાની તાકાત પર જ જીત્યા છે. બોટાદ ઉમેદવાર હોય કે ગારિયાધારના ઉમેદવાર તેઓ કોંગ્રેસમાંથી ટિકિટ માંગતા હતા. ત્યાં ન મળતાં આમ આદમી પાર્ટીમાંથી લડ્યા. વિસાવદરના ભૂપત ભાયાણી તો કેશુબાપાના સમયથી મૂળ ભાજપના જ નેતા છે. જામ જોધપુરમાં બે કડવા પાટીદાર નેતાઓની લડાઈમાં આહીર નેતાની જીત થઇ છે. અર્થાત આ તમામ જીતો કેતો નેતાની પોતાની વ્યક્તિગત ક્ષમતાના કારણે થઇ છે કે પછી સામાજિક સમીકરણના કારણે થઇ છે.” તેમણે એ પણ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપને જ ફાયદો કરાવ્યો છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં