Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપવામાં પણ કોંગ્રેસે રાજકારણ રમી લીધું; મોટેરાના સ્ટેડિયમનું નામ...

    ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપવામાં પણ કોંગ્રેસે રાજકારણ રમી લીધું; મોટેરાના સ્ટેડિયમનું નામ પણ ખોટું લખ્યું

    - Advertisement -

    રવિવારે IPL 20220ની ફાઈનલ રમાનાર છે. આ ફાઈનલ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ગુજરાતના દરેક ક્રિકેટ રસિકો આજે રમાનાર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી બીજી ક્વોલીફાયરના વિજેતા કોણ થશે તેની રાહ જોઈ રહ્યા છે કારણકે આજની મેચના વિજેતા જ રવિવારની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. પરંતુ ગુજરાતીઓની અપેક્ષાઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસને રમતમાં પણ રાજકારણ રમવાનું મન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

    ઈન્ટરનેટ પર એક ઈમેજ વાયરલ થઇ છે જેમાં ગુજરાત કોંગ્રેસે પોતાની પહેલીજ IPL રમતાં ફાઈનલ સુધી પહોંચેલી ગુજરાત ટાઈટન્સને અભિનંદન અને શુભેચ્છાઓ તો આપી છે પરંતુ તેની સાથે તેણે સ્ટેડિયમનું નામ મોટેરાનું સરદાર પટેલ સ્ટેડિયમ આપ્યું છે. ગત વર્ષે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમ્યાન મોટેરાના ફરીથી બંધાયેલા સ્ટેડિયમનું નામકરણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે તેમ છતાં કોંગ્રેસ ફક્ત પ્રતિપક્ષ હોવાને કારણે કદાચ સ્ટેડિયમનું ખોટું નામ પોતાના જ પોસ્ટર્સમાં દર્શાવી રહી છે.

    અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપવાને બહાને કોંગ્રેસનો પ્રચાર કરતાં પોસ્ટર્સ

    ગત વર્ષ અગાઉ મોટેરાના આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ હતું, પરંતુ હવે અહીં એક વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે જેનો એક ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને આ આખા સંકુલને સરદાર પટેલ એન્કલેવ નામ આપવામાં આવ્યું છે. આમ સરદાર પટેલનું નામ મોટેરા સ્ટેડિયમ સાથે હજી પણ જોડાયેલું જ છે. તેમ છતાં ફક્ત વિપક્ષ તરીકે પોતાની ફરજ બજાવતા કોંગ્રેસે જાણીજોઈને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અહીં જોવા મળે છે.

    - Advertisement -

    સોશિયલ મિડિયામાં પણ આ ફોટા અંગે જાતજાતના મંતવ્યો પણ સામે આવ્યા છે.

    યુઝર પાર્થ પ્રજાપતિએ ટ્વિટ કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસી તો એક પણ મેચ જોવા નહીં જાય.

    જ્યારે ધવલ પટેલનું કહેવું છે કે જ્યારે સરદાર પટેલ જીવતા હતા ત્યારે તો કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હતી. તેમણે પણ સ્પષ્ટ કર્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ વિશાળ સરદાર પટેલ એન્કલેવનો એક ભાગ જ છે.

    આ પોસ્ટરને જોતાં એ સ્પષ્ટ થાય છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. શું આમ કરવું એ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતના ક્રિકેટપ્રેમીઓની લાગણીને રાજકારણ સાથે જોડવું નથી? આવો પ્રશ્ન પણ ક્રિકેટ ફેન્સમાં ઉભો થઇ રહ્યો છે.

    પહેલી ક્વોલીફાયરમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ગુજરાત ટાઈટન્સ આ રવિવારે રમાનારી IPL 2022ની ફાઈનલમાં પહોંચ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં