Monday, September 9, 2024
More
    હોમપેજગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતને ₹483.71 કરોડની ભેટ, આ ત્રણ મહાનગરોને મળશે SJMMSVY...

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતને ₹483.71 કરોડની ભેટ, આ ત્રણ મહાનગરોને મળશે SJMMSVY યોજનાનો લાભ: જાણો વિગતવાર

    સરકાર દ્વારા 2010માં શરૂ કરવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ આ ત્રણ મહાનગરોને કુલ ₹483.71 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે.

    - Advertisement -

    ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજયના મહાનગરોમાં થવા જઈ રહેલા વિકાસના કાર્યો માટે ગુરૂવારે (14 ડિસેમ્બર 2023) ગુજરાતના મહત્વના ત્રણ મહાનગરોને રૂપિયા ₹483.71 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતના સુરત, ગાંધીનગર અને વડોદરા મહાનગરોને SJMMSVY યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

    અહેવાલો પ્રમાણે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર, સુરત અને વડોદરા મહાનગરોને વિકાસના કામો માટે કુલ ₹483.71 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. આ મહાનગરોમાં નાગરીકોની સુવિધા માટેના માળખાકીય કાર્યો જેવા કે ડ્રેનેજ વ્યવસ્થા, રોડ-રસ્તા નિર્માણ, સિટી બ્યુટીફિકેશન, આંતરમાળખાકીય સુવિધાઓ સાથે આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના વિવિધ જનહિતકારી વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

    ત્યારે આ તમામ કામો માટે સરકાર દ્વારા 2010માં શરૂ કરવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ આ ત્રણ મહાનગરોને કુલ ₹483.71 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે.

    - Advertisement -

    આ અંગેની માહિતી ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમણા સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે આ વિકાસ કામો નાગરિકોની સુખ-સુવિધામાં વધારો કરી ‘ઈઝ ઓફ લિવિંગ’માં વૃદ્ધિ કરશે.

    કયા શહેરને શું મળશે?

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે વર્ષ 2010માં ગુજરાત રાજ્ય સ્વર્ણિમ જયંતીના ઉજવણીના ઉપલક્ષમાં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના 3 મહાનગરોને મળવા જઈ રહ્યો છે. આ યોજનામાં દરેક મહાનગરમાં થઇ રહેલા વિકાસનાકાર્યો માટે અલગ અલગ રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાને પાણી પુરવઠા, ડ્રેનેજ કામ, પેવર બ્લોક તથા વરસાદી ગટરોના કામો માટે ₹56.70 કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

    આ યોજનામાં ગાંધીનગર મહાનગરપાલિકાને ગાંધીનગર-કોબા હાઈવેને ગિફ્ટસિટી સાથે સાંકળતા મુખ્ય માર્ગની બંને બાજુ જ્યાં શિક્ષણની ઉચ્ચ સંસ્થાઓ કાર્યરત છે. તેને અનુલક્ષીને અને સાથે મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિયોને ધ્યાનમાં રાખી આ માર્ગના વિકાસ માટે અને બ્યુટિફિકેશન માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹20.74 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

    આ ઉપરાંત ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ-2024ની પૂર્વ તૈયારી રૂપે મુખ્ય માર્ગોના ફૂટપાથ, ઓવરબ્રીજ અને શહેરના આતંરમાળખાકીય વિકાસના કાર્યો માટે સરકારે ₹35.50 કરોડ સહાયની મંજુરી આપી છે.

    સરકાર દ્વારા સુરતના સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતારગામ જેવા વિકસતા વિસ્તારોમાં ઓડીટોરીયમના નિર્માણ માટે ₹145 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. સુરતમાં નિર્માણ પામી રહેલા નવીન માર્ગો માટે રસ્તાઓને પહોળા કરવા અને રીકાર્પેટિંગ અને રોડ કાર્પેટિંગ સાથે ફૂટપાથ સહિતના કાર્યો માટે SMC (સુરત મહાનગર પાલિકા) ને ₹63.81 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ઇન્ફાસ્ટ્રકચર ફેસેલિટીઝના 19 કાર્યો અને અર્બન મોબિલિટીના 2 કાર્યો સાથે સમગ્ર સુરતમાં નાના-મોટા વિકાસના 75 કાર્યો માટે કુલ ₹151.25 કરોડની સહાયની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં