Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: સૌના આશ્ચર્ય વચ્ચે ગુજરાતમાં ડાંગ જિલ્લો...

    ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: સૌના આશ્ચર્ય વચ્ચે ગુજરાતમાં ડાંગ જિલ્લો સૌથી આગળ જ્યારે વડોદરા જિલ્લો સૌથી પાછળ

    રાજ્યમાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબર માટે બાજી મારી જનાર જિલ્લો ડાંગ રહ્યો છે જેનું પરિણામ રાજ્યમાં સૌથી ઊંચુ 95.41 ટકા રહ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ રહ્યું છે.

    - Advertisement -

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું હતું. પરિણામમાં નોંધનીય વાત એ રહી કે મોટા પ્રમાણમાં આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો હતો જ્યારે સંસ્કારનગરી અને શિક્ષણનગરી ગણાતો વડોદરા જિલ્લો સૌથી પાછળ રહ્યો હતો.

    ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા રહેવા પામ્યું છે.

    રાજ્યમાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબર માટે બાજી મારી જનાર જિલ્લો ડાંગ રહ્યો છે જેનું પરિણામ રાજ્યમાં સૌથી ઊંચુ 95.41 ટકા રહ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ રહ્યું છે. ધો. 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ 87.23 ટકા પરિણામ સાથે મેદાન માર્યું છે, જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 86.85 ટકા રહ્યું છે. વર્ષ 2019ની સરખામણીએ આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 113.6 ટકા રહ્યું છે.

    - Advertisement -

    આ વર્ષે ગુજરાતના 3 કેન્દ્રો સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારૂ કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે.

    આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે. બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે.

    બીજી તરફ અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 13,641 ઉમેદવાર સફળ થયા છે. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.45 % આવ્યું છે.

    આજે જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાજ્યમાં બીજા નંબરે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને રાજકોટ જિલ્લાનું પરિણામ 88.72 ટકા જાહેર કરવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

    અત્રે એ પણ નોંધનીય છે કે મે મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સાયન્સ પ્રવાહનું આ વર્ષે ઓવરઓલ 72.2 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું હતું. જ્યારે લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા હતા, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં