Monday, May 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસર્વેમાં ગુજરાતમાં 'રેકોર્ડ કમળ' ખીલ્યુંઃ મિશન 150ની નજીક દેખાઈ રહી છે ભાજપ,...

  સર્વેમાં ગુજરાતમાં ‘રેકોર્ડ કમળ’ ખીલ્યુંઃ મિશન 150ની નજીક દેખાઈ રહી છે ભાજપ, કોંગ્રેસને મોટું નુકસાન – AAPનું ખાતું ખુલી શકે છે

  એબીપી ન્યૂઝ અને સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગુજરાતના 56 ટકા લોકોએ સત્તાધારી ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. તો 20 ટકા લોકોનું માનવું છે કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે. માત્ર 17 ટકા લોકો કહે છે કે કોંગ્રેસ જીતશે.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આવી સ્થિતિમાં ઓપિનિયન પોલમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપની સત્તામાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને પછાડીને મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં આવી શકે છે.

  એબીપી ન્યૂઝ અને સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગુજરાતના 56 ટકા લોકોએ સત્તાધારી ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. તો 20 ટકા લોકોનું માનવું છે કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે. માત્ર 17 ટકા લોકો કહે છે કે કોંગ્રેસ જીતશે. સર્વેમાં 2 ટકા લોકોનું કહેવું છે કે આ પક્ષો સિવાય અન્યો જીતી શકે છે. આ આંકડાઓ જોતા પરિણામોના અંતમાં ભાજપની સત્તામાં વાપસી નિશ્ચિત પણે દેખાઈ રહી છે.

  સર્વે અનુસાર સર્વેમાં સામેલ 1 ટકા લોકોનું માનવું છે કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે. આ સિવાય 4 ટકા લોકોએ કહ્યું કે તેઓ નથી જાણતા કે રાજ્યમાં કોણ સરકાર બનાવશે. ઓક્ટોબર મહિનામાં કરવામાં આવેલા આ સર્વેમાં 22,807 લોકોએ ભાગ લીધો હતો .

  - Advertisement -

  ઑપઈન્ડિયા (હિન્દી) ના ડેપ્યુટી એડિટર અજિત ઝા તેમના ચૂંટણી વિશ્લેષણમાં પહેલેથી જ કહી ચૂક્યા છે કે, ગુજરાતમાં લોકો ભાજપને સૌથી વધુ પસંદ કરે છે અને આ વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની સત્તા વાપસી થઈ શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાયાના સ્તરે જ નબળી પડી ગઈ છે, જ્યારે આમ આદમી પાર્ટી હજુ પણ બનવાની કોશિશ કરી રહી છે.

  નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં આ વખતે ભાજપે ‘મિશન 150’નું લક્ષ્ય રાખ્યું છે. જો કે પાર્ટીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આ લક્ષ્યને હાંસલ કરવા માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  ઑપઈન્ડિયા (ગુજરાતી)ના તંત્રી સિદ્ધાર્થ છાયાને લાગે છે કે છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. તેથી આ વખતે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં બેઠકોના મામલે રેકોર્ડ બનાવી શકે છે. તેની પાછળ તેમણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની હરીફાઈમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીની વાત કહી હતી.

  સિદ્ધાર્થ છાયા કહે છે, “વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલન પછી, ભાજપે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે 150 બેઠકોનો આ લક્ષ્યાંક રાખ્યો હતો. અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો રહ્યો છે. આ વખતે એવું નથી. AAPની હાજરીથી ભાજપ વિરોધી મતોના વિભાજનની પણ શક્યતા છે અને તેનો સીધો ફાયદો ભાજપને થશે.”

  સિદ્ધાર્થના મતે આ ચૂંટણીમાં AAPની ભૂમિકા ‘વોટકાટવા’ની છે. તેઓ કહે છે, “પ્રશ્ન એ નથી કે ગુજરાતની ચૂંટણી કોણ જીતશે. ભાજપની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ પણ બીજા નંબરે રહે તે નિશ્ચિત છે. સવાલ એ છે કે AAP કોંગ્રેસને કેટલું નુકસાન કરશે. જો નુકસાન વધુ થાય તો ભાજપ તેના 150ના લક્ષ્યાંક સુધી પણ પહોંચી શકે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં