Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોપાલ ઈટાલીયાના માણસોએ રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખને હત્યાની ધમકી આપી? રેખા શર્માનો...

    ગોપાલ ઈટાલીયાના માણસોએ રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખને હત્યાની ધમકી આપી? રેખા શર્માનો આરોપ: AAP સમર્થકોથી મારા જીવને જોખમ, મારા ઘરમાં ઘૂસવાની કોશિશ કરી

    થોડા દિવસો પહેલા ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો.આ વાયરલ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    ગોપાલ ઈટાલીયા સમર્થકોએ મહિલા આયોગના પ્રમુખને હત્યાની ધમકી આપી હોવાનો દાવો આયોગના પ્રમુખ રેખા શર્મા દ્વારા કરવામાં આવ્યો છે, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા કાયદાના સકંજામાં આવી ગયા છે.વાસ્તવમાં, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના કાર્યાલયની બહાર હુલ્લડ મચાવ્યું હતું. જે બાદ સમાચાર આવ્યા કે ગોપાલ ઇટાલિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માએ પણ આ પ્રદર્શન અંગે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે AAPના 150 જેટલાં સમર્થકો તેમની ઓફિસની બહાર ઉભા છે. તો હવે મીડિયા સાથેની વાતચીતમાં રેખા શર્માએ પણ કહ્યું છે કે તેમના જીવને જોખમ છે.

    અહેવાલો અનુસાર રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના પ્રમુખ રેખા શર્માએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સમન્સના કારણે તેમને ધમકી આપવામાં આવી હતી. શર્માએ કહ્યું કે તેમની ઓફિસની બહાર 100-150 સમર્થકો એકઠા થયા અને તેમના ઘરમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો,

    રાષ્ટ્રીય મહિલા આયોગ પ્રમુખ રેખા શર્માનો આરોપ

    - Advertisement -

    આ પછી રાષ્ટ્રીય મહિલા આયોગના વડા રેખા શર્માએ AAP સમર્થકો પર બળજબરીથી ઘરમાં ઘૂસવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે AAP કાર્યકર્તાઓએ મને ઘરની બહાર આવવા દીધી ન હતી. રેખા શર્માએ AAP સમર્થકોથી તેમને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે AAP કાર્યકર્તાઓએ અમારા ઘરના ગેટને ધક્કો મારીને ગેરકાયદે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. રેખા શર્માએ કહ્યું, ‘આવ્યા પછી પણ તેઓ સતત ટ્વીટ કરી રહ્યા છે અને લોકો ઉશ્કેરી રહ્યા છે. હજુ સુધી તેમણે યોગ્ય જવાબ પણ આપ્યો નથી. મેં પોલીસને તેમની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે, મને મારા જીવ માટે પણ ખતરો મહેસુસ થાય છે.”

    શું છે આખી ઘટના

    વાસ્તવમાં થોડા દિવસો પહેલા ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો.આ વાયરલ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અન્ય એક વિડીયો માં ગોપાલ ઈટાલીયા મહિલાઓને લઈને પણ ટીપ્પણી કરતા જોવા મળ્યાં હતા, આ વીડિયોને લઈને ભારે હોબાળો થયો છે. વીડિયો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલીયાના નિવેદનને મહિલાઓનું પણ અપમાન ગણાવ્યું હતું.આ પછી મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને સમન્સ જારી કરીને આજે પંચ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં