Saturday, September 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાખી સાવંતને ગુજરાતમાં ‘આપ’નો સીએમ ચહેરો ઘોષિત કરો’: કેજરીવાલે લોકોનો અભિપ્રાય માંગ્યો,...

    ‘રાખી સાવંતને ગુજરાતમાં ‘આપ’નો સીએમ ચહેરો ઘોષિત કરો’: કેજરીવાલે લોકોનો અભિપ્રાય માંગ્યો, યુઝરોએ રાખી સાવંત, ટ્રમ્પ અને મિયાં ખલીફાનાં નામ મોકલ્યાં

    અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક નંબર અને ઈ-મેઈલ આઈડી જારી કર્યા હતા અને લોકોને મુખ્યમંત્રી પદનો ચહેરો સૂચવવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -

    પંજાબની જેમ ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કરવાની જાહેરાત કરી છે. પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક નંબર અને ઈ-મેઈલ આઈડી જારી કર્યા હતા અને લોકોને સીએમ પદના ચહેરા માટે સૂચનો માંગ્યાં હતાં.

    અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે નંબર અને ઈ-મેઈલ આઈડી જારી કરી રહ્યા છીએ. તમે 3 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી તમારો અભિપ્રાય મોકલી શકો છો. અમે 4 નવેમ્બરના રોજ પરિણામો ઘોષિત કરીશું. કેજરીવાલે લોકો પાસે સીએમ ચહેરો ઘોષિત કરવા માટે નામ માંગ્યાં હતાં, પરંતુ સોશિયલ મીડિયા પર નેટિઝન્સે આ નિર્ણયની મજાક બનાવી દીધી હતી. 

    સોશિયલ મીડિયા પર યુઝરોએ આમ આદમી પાર્ટીએ જારી કરેલા નંબર પર મેસેજ કરીને તેના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જેમાં કોઈએ રાખી સાવંતને તો કોઈએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તો કોઈએ મિયાં ખલીફાને સીએમ બનાવવાની માંગ કરી હતી. 

    - Advertisement -

    એક યુઝરે મેસેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતમાં બહુમતી લોકો આમ આદમી પાર્ટીને સીએમ ચહેરા માટે આ નામ સૂચવી રહ્યા છે. મેસેજમાં રાખી સાવંતનું નામ સૂચવવામાં આવ્યું હતું. 

    આ ઉપરાંત, ફેસબુક પર પણ યુઝરોએ આવા સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. ફેસબુક યુઝર ભાવિન છાયાએ રાખી સાવંતનું નામ સૂચવતો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. જે પોસ્ટના કૉમેન્ટ સેક્શનમાં યુઝરોએ પણ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. 

    ઋષભ દોશીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સૂચવ્યું હતું. ત્યારબાદ એમ પણ પૂછ્યું હતું કે પાર્ટી તેમને ગુજરાતની કઈ બેઠક પરથી ઉમેદવાર બનાવશે. 

    ‘જસ્ટ હું’ નામના યુઝરે ગુજરાતના લેખક જય વસાવડાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. 

    અભિષેક દેવાની નામના એક યુઝરે ‘Esmee’ નામ સૂચવ્યું હતું. આ એ જ પોર્નસ્ટાર છે, જેને અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર ફૉલો કરી હોવાનું સામે આવ્યું હતું.

     

    જય નિમાવતે પોર્ન સ્ટાર મિયાં ખલીફાનું નામ સૂચવીને કહ્યું હતું કે, તેઓ એકલે હાથે સરકાર સંભાળી લેશે અને એવો પણ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલને પણ આવા સીએમ ગમશે. 

    જોકે, ઘણા યુઝરોએ સીએમ પદના ચહેરા તરીકે ભુપેન્દ્રભાઈ પટેલનું જ નામ સૂચવ્યું હતું. આમ આદમી પાર્ટીના નંબર ઉપર ગુજરાતના આગામી સીએમ તરીકે ભુપેન્દ્રભાઈ પટેલનું નામ સૂચવવામાં આવ્યું હોય તેવા અનેક સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં