Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાળકીને ચોકલેટ આપીને કર્યો બળાત્કાર, આરોપી મોહમ્મદ અઝીમુદ્દીનને પોલીસના હવાલે કરાયો: ભાજપે...

    બાળકીને ચોકલેટ આપીને કર્યો બળાત્કાર, આરોપી મોહમ્મદ અઝીમુદ્દીનને પોલીસના હવાલે કરાયો: ભાજપે કહ્યું- તુષ્ટિકરણ જવાબદાર

    આ મામલે રાજનીતિ પણ ગરમ થઇ હતી. ભાજપા નેતા અને ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને આ ઘટના માટે વર્તમાન સરકાર અને મુખ્યમંત્રી હેમંત સોરેનની તૃષ્ટિકરણની નીતિને જવાબદાર ગણાવી હતી

    - Advertisement -

    ઝારખંડથી એક નાની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં રાંચીના ડોરંડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ઘટના બની છે. આ ઘટનાનો આરોપી મોહમ્મદ અજીમુદ્દીન એક એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો. ઘટના બાદ પોલીસે ત્વરિત પગલા લઈને આરોપીની ધરપકડ કરી લીધી છે. 

    જાણવા મળી રહ્યું છે કે આરોપી જે એપાર્ટમેન્ટમાં નોકરી કરી રહ્યો હતો, બાળકી પણ તે જ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. ઘણા દિવસથી તેના પર નજર રાખતો હતો. તેને તક મળતા જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે બાળકીને ચોકલેટની લાલચ આપીને ફોસલાવીને એક ઓરડામાં લઇ ગયો હતો, ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 

    મીડિયા રીપોર્ટ અનુસાર, જયારે આરોપી મોહમ્મદ અજીમુદ્દીન બાળકીને લઈને ઓરડામાં ગયો, ત્યાર બાદ તે બાળકી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. આ દરમિયાન બાળકી ખુબ જ ડરી ગઈ હતી. તેણે યેનકેન પ્રકારે તેની પકડમાંથી છૂટીને ઘર સુધી ભાગી હતી. ઘરે પહોચીને તેણે પોતાની આપવીતી પરિવારના લોકોને જણાવી હતી. 

    - Advertisement -

    આ વાતની જાણ થતા જ પરિવારના લોકો અતિ ગુસ્સે થયા હતા. તેઓ સૌથી પહેલા તેને શોધી પડ્યો હતો. ત્યાર બાદ તેની સાથે મારપીટ કરી હતી. ત્યાં ઉભેલા કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. પરિવારજનોએ આરોપીને પોલીસને સોપી દીધો હતો. આરોપીએ પોતનું દુષ્કૃત્ય પોલીસ સામે કબુલ્યું પણ છે. પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે. 

    આ મામલે રાજનીતિ પણ ગરમ થઇ હતી. ભાજપા નેતા અને ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને આ ઘટના માટે વર્તમાન સરકાર અને મુખ્યમંત્રી હેમંત સોરેનની તૃષ્ટિકરણની નીતિને જવાબદાર ગણાવી હતી, તેમણે લખ્યું છે કે “રાંચી શહેરના ડોરાંડામાં જેહાદીએ ફરી એક માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવી છે. મળતી માહિતી મુજબ, મોહમ્મદ અઝીમુદ્દીન નામના સિક્યોરિટી ગાર્ડે છ વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું હતું. યુવતીને ગોળી મારીને નદીમાં ફેંકી દેવાની ધમકી આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું છે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “હેમંત સોરેનની તુષ્ટિકરણને કારણે આવા ગુનેગારોનું મનોબળ વધી રહ્યું છે. તેમના મનમાંથી કાયદો અને વ્યવસ્થાનો ડર ખતમ થઈ ગયો છે.”

    આ અગાઉ પણ બાળકીને ચોકલેટની લાલચ આપીને છેડતી કર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં