Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરત: તહેવારો નિમિત્તે GSRTC દોડાવશે વધારાની 2200 બસ; 40 નવી બસો સાથે...

    સુરત: તહેવારો નિમિત્તે GSRTC દોડાવશે વધારાની 2200 બસ; 40 નવી બસો સાથે UPI પેમેન્ટ માટે 2000 સ્માર્ટ મશીન પણ વસાવાયા

    એકસ્ટ્રા બસો સુરત એસટી વિભાગ દ્વારા 7 નવેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવશે. આ બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ લોકોને પોતાના વતન સુધી પહોંચાડશે. તહેવારને લઈને યાત્રીઓના ઘસારાને ધ્યાને રાખીને 2200 જેટલી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સ્વભાવિક છે પોતાના વતનથી દુર રહીને કામ કરતા હજારો લોકો હવે વતન ભણી દોટ મુકશે. તેવામાં દિવાળીને લઈને યાત્રીઓના ઘસારાને પહોંચી વળવા GSRTC દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય રૂટની વધારાની 2200 બસ દોડાવવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતે આ વશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. એસટી બસો માટે GSRTC એપ અને નિગમના ટોલફ્રી નંબર પર એડવાન્સ બુકિંગ પણ શરૂ કર દેવામાં આવ્યા છે.

    મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવીએ વધારાની બસો દોડાવવાની માહિતી સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપી હતી. આ દરમિયાન સંઘવીએ જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી સુધી બસની કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. એસટી વિભાગના કર્મચારીઓની માંગણીઓ અંતર્ગત મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે. હાલ રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે.”

    સંઘવીએ આગળ જણાવ્યું કે, “દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસ સુરત GSRTC દ્વારા 7 નવેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવશે. આ બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ લોકોને પોતાના વતન સુધી પહોંચાડશે. તહેવારને લઈને યાત્રીઓના ઘસારાને ધ્યાને રાખીને સુરતથી 2200 જેટલી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

    - Advertisement -

    2000 બસોમાં એન્ડ્રોઈડ UPI પેમેન્ટ મશીન લગાવાયા

    ઉલ્લેખનીય છે કે GSRTCની કેટલીક બસોમાં બુધવારથી (25 ઓક્ટોબર) જ એન્ડ્રોઈડ UPI પેમેન્ટ મશીન લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ ડીજીટલ પેમેન્ટ મશીન દ્વારા લોકો સરળતાથી UPIથી ચુકવણી કરીને ટીકીટ મેળવી પડશે. મશીનની કામગીરીની વાત કરીએ તો સહુથી પહેલા કંડકટર ડીજીટલ ટીકીટ ટીયર કરશે, ત્યાર બાદ ચુકવણી કરવા પાત્ર રકમ એડ કરીને મશીનમાં બારકોડ ખોલશે. યાત્રી આ બારકોડ મારફતે ભાડાની ચુકવણી કરીદે એટલે મશીનમાંથી ટીકીટ કાઢી કંડકટર મુસાફરને આપશે.

    ઉલ્લેખનીય છે કે UPI થકી પેમેન્ટની સુવિધાનો શુભારંભ પણ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયો હતો. 25 ઓકટોબર 2023ના રોજ આ સુવિધાનો શુભારંભ કર્યા બાદ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “ST નિગમ રાત-દિવસ ખૂબ સારી રીતે કાર્યરત છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં ST નિગમની આખી ટીમ સાથે મળીને ગુજરાતના નાગરિકોની સેવામાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં સફળ થશે.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “આજે વિભાગ દ્વારા 2000 જેટલા UPI સુવિધાના સાધનો ST નિગમને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હવે પછી સામાન્ય રીતે બસમાં જ્યારે પ્રવાસ કરતાં હોઈએ ત્યારે એક રૂપિયા, બે રૂપિયાના છુટાના જે વિષયો રહે છે, રોકડા આપવા અને રોકડા જમા કરાવવા જેવી જે ઝંઝટો રહે છે તેમાંથી બહાર આવવું, સ્ટાફનો સમય બચાવવો તે માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનો પ્રયાસ ST નિગમ દ્વારા કરવામાં આવ્યો છે.”

    નવી 40 એસટી બસોનું લોકાર્પણ

    આ ઉપરાંત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ST નિગમને વધુ 40 બસ પણ મળી છે. વિગતો મુજબ આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15, મહેસાણા વિભાગને 7, બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 1 વર્ષમાં ઘણી મોટી સંખ્યામાં નવી બસો સામેલ કરાઇ છે અને આવનારા એક વર્ષમાં વધુ 2 હજાર બસો સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ફરવા લાયક સ્થળોએ ST બસની કનેક્ટિવિટી વધારવા વિષે પણ કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં