Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'ભારત વૈશ્વિક સર્વસમ્મતિ સ્થાપવા સક્ષમ, ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા': ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ...

    ‘ભારત વૈશ્વિક સર્વસમ્મતિ સ્થાપવા સક્ષમ, ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા’: ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ ભારત પર ઓળઘોળ

    ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસે કહ્યું કે, ""જયારે વૈશ્વિક દલીલો કે પછી પડકારોના સમાધાનની વાત આવે કે પછી નિરાકરણ માટે દિશા નક્કી કરવાની વાત આવે છે ત્યારે ભારતને સર્વસમ્મતિ નિર્માતા રૂપે માનવામાં આવે છે. ભૌગોલિક, સંસ્કૃતિક અને રણનૈતિક નિકટતાને જોતા ગ્રીસ ભારત અને યુરોપ વચ્ચે વાર્તાકારના રૂપે કામ કરી શકે તેમ છે."

    - Advertisement -

    ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ (Kyriakos Mitsotakis) ભારતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કર્યા બાદ તેમણે મીડિયાને સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમણે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા પર ખૂબ ભાર આપ્યું હતો. તેમણે ભારતને ‘સર્વસમ્મતિ નિર્માતા’ ગણાવ્યું હતું. તેમણે ભારતને કપરી સ્થિતિમાં દિશા નક્કી કરવા અને મોટા પડકારોથી લડવા સહમતી નિર્માતા ગણાવ્યું હતું.

    ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ દ્વારા બુધવારે (21 ફેબ્રુઆરી 2024)ના રોજ મીડિયા સમક્ષ આ વાત કહેવામાં આવી હતી, તેમણે કહ્યું હતું કે, “જયારે વૈશ્વિક દલીલો કે પછી પડકારોના સમાધાનની વાત આવે કે પછી નિરાકરણ માટે દિશા નક્કી કરવાની વાત આવે છે ત્યારે ભારતને સર્વસમ્મતિ નિર્માતા રૂપે માનવામાં આવે છે. ભૌગોલિક, સંસ્કૃતિક અને રણનૈતિક નિકટતાને જોતા ગ્રીસ ભારત અને યુરોપ વચ્ચે વાર્તાકારના રૂપે કામ કરી શકે તેમ છે.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, “મેં થોડા સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની ભૂમિકાના વધતા મહત્વ પર વાત કરી હતી. ભારત એક ઉભરતું લોકતંત્ર છે. જયારે દિશા અને વૈશ્વિક દલીલની વાત આવે કે પહ્હી ગમેતેવી કપરી પરિસ્થિતિ સામે ભારતને સહમતી નિર્માતા તરીકે જોવામાં આવે છે અને તે વ્યાજબી પણ છે.”

    - Advertisement -

    ભારત ઝડપથી વધતી અર્થવ્યવસ્થા

    બંને દેશો વચ્ચે ઊંચા વિકાસ દર પર વાત કરતા ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત અને ગ્રીસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનું એક પ્રમુખ લક્ષ આંતરિક રોકાણ છે. તેમણે જણાવ્યું કે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. ગ્રીસે પાછલા કેટલાક વર્ષોમાં કોઈ પણ યુરોપીયન દેશ કરતા ઝડપી વિકાસ દર જોયો છે. તેમણે એમ પણ કહ્યું કે મને તે જણાવતા આનંદ થાય છે કે બંને દેશો ખૂબ પહેલાથી આંતરિક રોકાણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં યુનાની ખાદ્ય ઉપજ, સમુદ્રી અને હવાઈ યાતાયાત, સહિત અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ રોકાણકાર છે.

    અમારા દ્વિપક્ષીય વેપારની માત્રા વધી- વડાપ્રધાન કિરિયાકોસ

    ગ્રીસના વડાપ્રધાને પીએમ મોદી સાથે નવમાં રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથી અને મુખ્ય વક્તા રૂપે ભાગ લીધો હતો. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓર્નર પણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ભારત પહેલાથી જ ગ્રીસના મોટું રોકણ કરી ચુક્યું છે. અમારા દ્વિપક્ષીય વેપારની માત્રા વધી રહી છે પરંતુ અમે વડાપ્રધાન મોદી સાથે સહમત છીએ કે આપણે હજુ ઘણુબધું કરવાની જરૂર છે. વર્ષ 2030 સુધીમાં આ રોકાણ બેગણું કરવાનો વિચાર છે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ બુધવારે ગ્રીસના વડાપ્રધાન સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રો મામલે થયેલી ચર્ચામાં ભારત અને ગ્રીસના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બંને પક્ષે શીપીંગ, કનેક્ટિવિટી અને રક્ષા સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાના પ્રયાસો પર ભાર આપવામાં આવ્યો. ટેકનોલોજી અને નવીનીકરણને મહત્વ આપીને આ ચર્ચામાં પારસ્પરિક વિકાસ અને પ્રગતી માટે દ્રષ્ટિકોણ રાખવાની વાત થઈ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં