Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ10 વર્ષની કેદ, ₹50 હજાર સુધીનો દંડઃ રાજ્યપાલની મંજુરી મળતા હવે ઉત્તરાખંડમાં...

    10 વર્ષની કેદ, ₹50 હજાર સુધીનો દંડઃ રાજ્યપાલની મંજુરી મળતા હવે ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો વધુ કડક; જાણો શું છે નવી જોગવાઈ

    આ બાબતે મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે, "ઉત્તરાખંડમાં ધર્માંતરણ કાયદાની સખત જરૂર હતી. એવું જોવામાં આવી રહ્યું હતું કે લોભ અને લાલચ અને ધમકીઓ આપીને લોકોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું.

    - Advertisement -

    ઉત્તરાખંડ સરકારે રાજ્ય વિધાનસભામાં ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા (સંશોધન) બિલ-2022 રજૂ કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો વધુ કડક કરવા રાજ્યપાલની મંજુરી મળી ગઈ છે. આજે રાજ્યપાલે ઉત્તરાખંડ ફ્રીડમ ઑફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) બિલ-2022 પર હસ્તાક્ષર કર્યા બાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનાર ગુનેગારોને 10 વર્ષ સુધીની સજા અને 50 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ સાથે હવે ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો વધુ કડક બન્યો છે.

    અહેવાલો અનુસાર ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો વધુ કડક કરવા રાજ્યપાલની મંજુરી સાથે આ બિલ કાયદા વિભાગને મોકલવામાં આવ્યું છે. આ પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. તેની નકલો સરકારી પ્રેસમાંથી પ્રકાશિત કરવામાં આવશે અને જૂના કાયદામાં ફેરફાર કરવામાં આવશે. સરકાર આ બિલ વિધાનસભાના શિયાળુ સત્રમાં લાવી હતી.

    આ અંગે માહિતી આપતાં વિધાનસભાના અધિક સચિવ મહેશ ચંદ કોશીવાએ જણાવ્યું હતું કે, “રાજભવને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ‘ઉત્તરાખંડ સ્વતંત્રતા ધર્મ (સંશોધન) બિલ’ને મંજૂરી આપી દીધી છે.”

    - Advertisement -

    શું છે ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ-2022

    પુષ્કર સિંહ ધામીની સરકારે 29 નવેમ્બરના રોજ વિધાનસભામાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદાને કડક બનાવવા માટે એક બિલ રજૂ કર્યું હતું, જે બે દિવસ પછી પસાર થયું હતું. આ બિલમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના ગુનેગારોની સજામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 50 હજારના દંડની પણ જોગવાઈ કરવામાં આવીછે. ધર્મ પરિવર્તનના ગુનેગારોને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

    આ બાબતે મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે, “ઉત્તરાખંડમાં ધર્માંતરણ કાયદાની સખત જરૂર હતી. એવું જોવામાં આવી રહ્યું હતું કે લોભ અને લાલચ અને ધમકીઓ આપીને લોકોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. હવે રાજ્યપાલની મંજૂરી બાદ વધુ કડક કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે.” નોંધનીય છે કે રાજ્યના ધર્મ અને સંસ્કૃતિ મંત્રી સતપાલજી મહારાજે તેની રજૂઆત કરી હતી. સતપાલ મહારાજે કહ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ 25, 26, 27 અને 28 મુજબ દરેક ધર્મને સમાન રીતે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે આ સંશોધન બિલ લાવવામાં આવ્યું છે.

    શું છે નવા કાયદાની જોગવાઈઓ

    વિધેયકમાં કાયદાની વિરુદ્ધમાં ધર્મ પરિવર્તનને કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર અપરાધ બનાવીને દોષિતોને ઓછામાં ઓછા 3 વર્ષથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવીછે. આ બિલમાં આરોપીને ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. કાયદામાં સુધારા પછી અપરાધ કરનારને ઓછામાં ઓછી 5 લાખ રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવવી પડી શકે છે જે પીડિતને આપવામાં આવશે. બિલ મુજબ કોઈ પણ વ્યક્તિ બળ, પ્રલોભન અથવા કપટથી પ્રત્યક્ષ કે આડકતરી રીતે અન્ય વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી શકશે નહીં. આવા ધર્માંતરણ માટે કોઈ વ્યક્તિ કોઈને પ્રેરિત કે કાવતરું કરી શકશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં