Monday, May 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારત સરકારે 23 આતંકવાદીઓની યાદી તૈયાર કરી, હાફિઝ સઈદનો પહેલો નંબરઃ 2...

    ભારત સરકારે 23 આતંકવાદીઓની યાદી તૈયાર કરી, હાફિઝ સઈદનો પહેલો નંબરઃ 2 ખાલિસ્તાની પણ લિસ્ટમાં, UAPA હેઠળ બનાવવામાં આવી છે યાદી

    આ સિવાય તહરીક-ઉલ-મુજાહિદ્દીનના રફીક નાઈ અને શેખ જમીલ ઉર રહેમાન, હુજીના ઝફર ઈકબાલ, જેકેઆઈએફના બિલાલ અહમદ બેગ અને અલ કાયદાના એજાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ કાશ્મીરી પણ આ યાદીમાં છે.

    - Advertisement -

    ભારત સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ 1967 (UAPA) હેઠળ 23 આતંકવાદીઓને સૂચિબદ્ધ કર્યા છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય (MoS Home Nityanand Rai) એ મંગળવારે (21 માર્ચ, 2023) લોકસભામાં આ અંગે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી કે વર્ષ 2022 અને 2023માં અત્યાર સુધીમાં 23 વ્યક્તિઓના નામ એક્ટની ચોથી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. સરકારે આ અંગે એક યાદી પણ બહાર પાડી છે.

    જેમાં લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સઈદ પહેલા નંબર પર છે. આ પછી જૈશ-એ-મોહમ્મદનો મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર અને મક્તબ અમીર છે. આ લિસ્ટમાં હિઝબુલ-મુજાહિદ્દીનના ઈમ્તિયાઝ અહેમદનું નામ પણ છે.

    કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કેટલાક ઈસ્લામિક આતંકવાદીઓ અને 2 ખાલિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે. 23 આતંકવાદીઓને દર્શાવતી યાદીમાં હાફિઝ સઈદ, શેખ સજ્જાદ, હબીબુલ્લાહ મલિક, મોહમ્મદ અમીન ખૂબબ અને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના અરબાઝ અહેમદ મીર, મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર, અલી કાશિફ જાન અને જૈશ-એ-મોહમ્મદના આશિક અહેમદ નેન્ગ્રુનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    જેકેએલએફમાંથી મુશ્તાક અહેમદ ઝરગર, અલ બદરમાંથી અર્જુમંદ ગુલઝાર ડાર, હિઝબુલ મુજાહિદ્દીનમાંથી ઈમ્તિયાઝ અહેમદ કંડુ, શૌકત અહેમદ શેખ, બશીત અહેમદ રેશી, બશીર અહેમદ પીર, ઈર્શાદ અહેમદ અને આસિફ મકબૂલ ડાર પણ આ લિસ્ટમાં છે.

    આ સિવાય તહરીક-ઉલ-મુજાહિદ્દીનના રફીક નાઈ અને શેખ જમીલ ઉર રહેમાન, હુજીના ઝફર ઈકબાલ, જેકેઆઈએફના બિલાલ અહમદ બેગ અને અલ કાયદાના એજાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ કાશ્મીરી છે.

    2 ખાલિસ્તાની આતંકવાદીઓ પણ છે લિસ્ટમાં

    2022માં UAPA હેઠળ સૂચિબદ્ધ 2 ખાલિસ્તાની આતંકવાદીઓમાંથી એક KTF ના અર્શદીપ સિંહ ગિલ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા છે. ગયા અઠવાડિયે, ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2023 માં અત્યાર સુધીમાં, “4 આતંકવાદી સંગઠનોને UAPAના પ્રથમ શેડ્યૂલ હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ 4 આતંકવાદી સંગઠનોના નામ છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF), જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF).”

    TRF એ LeT ની તાજેતરની પ્રોક્સી છે. PAFF એ JeM માટે પ્રોક્સી છે. JKGF 2020માં બહાર આવ્યું. જેમાં LeT, JeM, HUJI અને TUMના આતંકવાદીઓ સામેલ છે. રાયે એ પણ ધ્યાન દોર્યું કે KTF, જે 2011 માં સામે આવ્યું હતું, તે બબ્બર ખાલસાનું એક જૂથ છે.

    ગૃહ રાજ્ય મંત્રીએ સંસદને વધુમાં જણાવ્યું કે કુલ 54 આતંકવાદીઓ અને 44 સંગઠનોને UAPAની ચોથી અને પ્રથમ સૂચિ હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં