Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણગોરખપુરના જે રમખાણો બાદ યોગી આદિત્યનાથના આંસુ સર્યા હતા, 16 વર્ષ બાદ...

    ગોરખપુરના જે રમખાણો બાદ યોગી આદિત્યનાથના આંસુ સર્યા હતા, 16 વર્ષ બાદ તેના ગુનેગાર શમીમને થશે સજાઃ થઈ આજીવન કેદ, હિંદુ યુવકની હત્યાથી શરૂ થઈ હિંસા

    રમખાણો બાદ યોગી આદિત્યનાથ 12 માર્ચ 2007ના રોજ સંસદ સત્રમાં પોતાના વિચારો વ્યક્ત કરવા ઉભા થયા હતા. સંસદમાં ઉભા થયા બાદ તેઓ રડવા લાગ્યા હતા. સાથી સાંસદોએ તેમના આંસુ લૂછ્યા હતા.

    - Advertisement -

    ગોરખપુર કોર્ટે 2007ના ગોરખપુર રમખાણોના મુખ્ય આરોપી મોહમ્મદ શમીમને આજીવન કેદની સજા સંભળાવી છે. શમીમની 16 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી. શમીમને 25 જાન્યુઆરી, 2007ના રોજ મોહરમના જુલૂસ દરમિયાન રાજકુમાર અગ્રહરી નામના યુવકની હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે, ત્યારબાદ તેને સજા સંભળાવવામાં આવી છે. આ દરમિયાન તે 15 વર્ષથી ફરાર પણ હતો. આ એ જ કેસ છે જેમાં યોગી આદિત્યનાથને જેલ જવું પડ્યું હતું અને તેઓ ભારતની સંસદમાં પોતાની વાત કહેતા કહેતા રડી પડ્યાં હતા.

    જામીન મળ્યા બાદ ફરાર થઈ ગયો હતો શમીમ

    આ કેસમાં શમીમ અને તેના પિતા શફીકુલ્લાની પણ પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ શમીમને 16 ઓગસ્ટ 2007ના રોજ જામીન મળી ગયા હતા અને તે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં તેના પિતા શફીકુલ્લાહને વર્ષ 2012માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, હાલ તે તેની સજા ભોગવી રહ્યો છે. શમીમ ફરાર થઈને પોતાની ઓળખ છુપાવીને ચેન્નાઈમાં રહેતો હતો.

    તાજેતરમાં, તે ગોરખપુર શિફ્ટ થઈ ગયો હતો, ત્યારબાદ, બાતમીદારની સૂચના પર, 15 વર્ષ પછી 16 સપ્ટેમ્બર, 2023 ના રોજ પોલીસે તેની ધરપકડ કરી હતી. અહીં પણ તે પોતાની ઓળખ છુપાવીને ભાડાના મકાનમાં રહેતો હતો. એક મહિના બાદ હવે કોર્ટે શમીમને આજીવન કેદની સજા ફટકારી છે.

    - Advertisement -

    કોર્ટે આજીવન કેદની સાથે ફટકાર્યો દંડ

    આ કેસમાં ગોરખપુરની એડિશનલ સેશન્સ કોર્ટ કોર્ટ નંબર-6માં કેસ ચાલી રહ્યો હતો. ન્યાયાધીશ પંકજ કુમાર શ્રીવાસ્તવે તેને આજીવન કેદની સજા સંભળાવી છે અને હત્યાના કેસમાં તેના પર ₹13,500 નો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં, તેણે 13 મહિનાની વધારાની સજા ભોગવવી પડશે. કોર્ટે તેની હત્યામાં સંડોવણી સ્વીકારી હતી અને તમામ પુરાવાઓને ધ્યાને લઈને ચુકાદો આપ્યો હતો.

    રાજકુમાર અગ્રહરીની હત્યા બાદ ગોરખપુરમાં રમખાણો

    લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે શમીમ અને તેના સાથીઓએ રાજકુમાર અગ્રાહરી નામના યુવકને છરી અને તલવારો વડે નિર્દયતાથી માર માર્યો હતો, જેનું બે દિવસ બાદ હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર ગોરખપુર રમખાણોની લપેટમાં આવી ગયું હતું. આ તે કેસ છે જેમાં મુલાયમ સિંહ યાદવની સરકારમાં વર્તમાન મુખ્યમંત્રી અને તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં તેમને 11 દિવસ સુધી જેલમાં જવું પડ્યું હતું.

    સંસદમાં રડી પડ્યા હતા યોગી આદિત્યનાથ

    ઉલ્લેખનીય છે કે રમખાણો બાદ યોગી આદિત્યનાથ 12 માર્ચ 2007ના રોજ સંસદ સત્રમાં પોતાના વિચારો વ્યક્ત કરવા ઉભા થયા હતા. સંસદમાં ઉભા થયા બાદ તેઓ રડવા લાગ્યા હતા. સાથી સાંસદોએ તેમના આંસુ લૂછ્યા હતા.

    આ મામલે તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન રાજ્ય સરકારે તેમની સાથે કેવું વર્તન કર્યું હતું. આ કેસમાં યોગી આદિત્યનાથ પર રમખાણો ભડકાવવાનો આરોપ હતો, પરંતુ વર્ષ 2014માં જે સીડીમાં યોગી આદિત્યનાથનું નિવેદન રેકોર્ડ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે કેસ 2017માં બંધ થઈ ગયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં