Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૂક-બધિર યુવતીને દરગાહમાં લોબાન કરવા જવું ભારે પડ્યું: ગોંડલની દરગાહના મુંજાવર અને...

    મૂક-બધિર યુવતીને દરગાહમાં લોબાન કરવા જવું ભારે પડ્યું: ગોંડલની દરગાહના મુંજાવર અને ટ્રક ડ્રાઈવરે કર્યા અનેકવાર દુષ્કર્મ, પેટમાં દુખાવો થતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું

    દરગાહમાં તે નિયમિત દર્શન કરવા અને લોબાન-અગરબત્તી કરવા માટે જતી હતી. જ્યાં દરગાહમાં ઈકબાલ મુંજાવર તરીકે હતો અને દરગાહ પરિસરમાં એક રૂમ આવેલી હોય તેમાં તે રહેતો હતો. યુવતિ દરરોજ દરગાહ આવતી અને મૂક-બધિર હોવાનો લાભ લઈ ઈકબાલ તેને કોઈ બહાને રૂમમાં લઈ જતો અને ત્યાં દુષ્કર્મ આચરતો હતો.

    - Advertisement -

    ગોંડલની 33 વર્ષીય મૂક-બધિર યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી યુવતીની હાલત વિષે ભાળ મળ્યા બાદ ગોંડલ પોલીસે આખરે આ જઘન્ય ગુનાનું પગેરું ખોલ્યું છે. પ્રાથમિક તપાસમાં ગોંડલની દરગાહના મુંજાવર અને એક ટ્રક ડ્રાઈવરનું નામ સામે આવ્યું છે.

    અહેવાલો મુજબ ગોંડલ સીટી પોલીસે સતત ત્રણ દિવસની મહેનત બાદ ગોંડલની એક દરગાહના મુંજાવર ઈકબાલ ઉર્ફે ઈકુ અહેમદ ચૌહાણ (ઉ.વ.52) અને સીદ્દીક અકારા સાદ્દીકી (ઉ.વ.50)ની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ શખ્સો દરગાહ પરિસરમાં આવ્યા હતા. એક રૂમ અને એક અવાવરૂ જગ્યાના મકાનમાં યુવતિના દેહને પિંખતા હતા.

    મૂક-બધિર યુવતીને પેટમાં દુખાવો ઉપડતા હકીકત સામે આવી

    પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની એક 33 વર્ષની મૂક-બધિર યુવતિને પેટમાં દુ:ખાવો ઉપડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જેમાં તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. યુવતિ મૂક-બધિર અને અપરિણીત હોવાથી તબીબી સ્ટાફે પોલીસને જાણ કરતા દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

    - Advertisement -

    બે બાદ રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપથી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી ગોંડલ ડિવિઝનના DYSP કે.જી. ઝાલા, PI મહેશ સંગાડાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

    પીઆઈ સંગાડા વધુ જણાવ્યું હતું કે, ભોગ બનનાર મૂક-બધિર હતી અને ભણેલી પણ નહોતી. જેથી તેમની સાથે કોણે આવુ દુષ્કૃત્ય કર્યું તે જાણવું ખૂબ જ પડકારજનક બની ગયું હતું. પ્રાથમિક તપાસની મહેનત બાદ રાજકોટની વિરાણી મૂક-બધિર સ્કૂલના સાઈન ભાષાના નિષ્ણાંત શિક્ષકો કશ્યપ પંચોલી અને જયસુખ સુરાણીની મદદ લેવાઈ હતી.

    સાઈન લેન્ગવેજ અને ફોટા પરથી આરોપીઓને ઓળખી બતાવ્યા

    યુવતિના પરિવારમાં તેના પિતા, ભાઈ અને ભાભી હતા. જેથી યુવતિના ભાભીને સાથે રાખી યુવતિને આરોપી અંગે પુછવાની તજવીજ કરાઈ હતી. યુવતિ સાઈન લેન્ગવેજ ભણેલી ન હોતી. જેથી નિષ્ણાંતો માટે પણ સમજવું પડકારજનક હતું. જોકે અનેક ડેમોટ્રેશન બાદ અંતે આરોપીઓની પ્રાથમિક વિગતો મળી હતી.

    જે પછી ભોગ બનનારને કેટલાક લોકોના ફોટા બતાવ્યા હતા. જેમાંથી આરોપીઓને ઓળખી બતાવ્યા હતાં. જે પછી આરોપીઓને અટકમાં લઈ યુવતિને તેમની સામે લઈ જઈ ઓળખ કરાવવામાં આવી હતી. આ ત્રણ દિવસની સતત પ્રક્રિયા બાદ અંતે આઈપીસી 376 (2) (જે) (એન) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ યુવતિના માતાનું બે વર્ષ પહેલા નિધન થયું હતું.

    ઇકબાલ દરગાહમાં જ કરતો હતો બળાત્કાર

    આ યુવતી પોતાના પિતા-ભાઈ અને ભાભી સાથે રહેતી હતી. તેના ઘર નજીક એક ડેલામાં દરગાહ આવેલી છે. આ દરગાહમાં તે નિયમિત દર્શન કરવા અને લોબાન-અગરબત્તી કરવા માટે જતી હતી. જ્યાં ગોંડલની દરગાહના મુંજાવર તરીકે ઈકબાલ હતો અને દરગાહ પરિસરમાં એક રૂમ આવેલી હોય તેમાં તે રહેતો હતો. યુવતિ દરરોજ દરગાહ આવતી અને મૂક-બધિર હોવાનો લાભ લઈ ઈકબાલ તેને કોઈ બહાને રૂમમાં લઈ જતો અને ત્યાં દુષ્કર્મ આચરતો હતો.

    બીજો આરોપી સીદ્દીક અહીંના ખાટકી વાસના મુખ્ય કસાઈનો ટ્રક ડ્રાઈવર છે. જે યુવતિના પિતા અને ભાઈનો પરિચિત હતો. સીદ્દીકને મૂક-બધિર યુવતિ અંગે ખ્યાલ હતો. ત્રણેક વર્ષ પહેલા તેણે યુવતિ પર નજર બગાડી હતી. યુવતિને આરોપી સીદ્દીક તેના ઘર નજીક જ એક અવાવરૂ મકાનમાં લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. હાલ પોલીસે આરોપીને દબોચી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    યુવતીનું જુબાની બાદ પકડાયેલા બંન્ને આરોપીઓના ડીએનએ ટેસ્ટ માટે નમૂના લેવાશે અને યુવતિની ડીલીવરી થયા બાદ તે બાળક સાથે ડીએનએ મેચ કરાવી કોણે યુવતિને ગર્ભવતી બનાવી તે પણ તપાસ કરવામાં આવશે. હાલના તબક્કે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં