Wednesday, May 8, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅયોધ્યામાં મુકાશે પ્રભુ શ્રીરામની સુવર્ણ પાદુકા: 1 કિલો સોનું અને 7 કિલો...

    અયોધ્યામાં મુકાશે પ્રભુ શ્રીરામની સુવર્ણ પાદુકા: 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીથી થયું છે નિર્માણ, અમદાવાદના તિરૂપતિ મંદિરમાં થઈ વિશેષ પૂજા

    ભગવાન શ્રીરામની આ પવિત્ર ચરણ પાદુકાને ગુજરાતના અન્ય મંદિરોમાં પણ લઈ જવામાં આવશે. તિરૂપતિ મંદિર બાદ હવે પાદુકાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ લઈ જવામાં આવશે. જ્યાં તેમની વિશેષ પૂજા કરવામાં આવશે. જે બાદ ત્યાંથી જગત મંદિર દ્વારકા ખાતે લઈ જવામાં આવશે.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણાધીન શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 22 જાન્યુઆરી, 2024ના શુભ દિવસે પ્રભુ શ્રીરામ ગર્ભગૃહમાં બિરાજમાન થશે. દેશભરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પડઘા પડશે. અનેક મંદિરોમાં તેની ઉજવણી પણ થવાની છે. દેશભરના લોકો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશમાંથી અલગ-અલગ વસ્તુ શ્રીરામ મંદિર માટે વિશેષ પૂજા કરીને મોકલવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના તિરૂપતિ મંદિરમાં હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ તૈયાર કરેલી 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીની હીરાજડિત પ્રભુ શ્રીરામની પાદુકા વિશેષ પૂજા માટે લાવવામાં આવી હતી.

    શ્રીરામ મંદિર અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે. દેશભરના લોકોમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખુશી જોવા મળી રહી છે. દેશમાં અનેક વસ્તુઓ ભગવાન રામ માટે બની રહી છે જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસ પહેલાં અયોધ્યા પહોંચશે. તાજેતરમાં જ દ્વારકામાં શ્રીરામ મંદિરની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ હવે પ્રભુ શ્રીરામની સ્વર્ણ પાદુકા પણ અમદાવાદના તિરૂપતિ મંદિરમાં પૂજા માટે લવાઈ છે. નોંધનીય છે કે આ હીરાજડિત સુવર્ણ પાદુકા શ્રીરામ મંદિર અયોધ્યામાં મૂકવામાં આવશે. આ પાદુકા દેશના અનેક રાજ્યોમાં ફરશે અને મુખ્ય મંદિરોમાં તેની પૂજા કરવામાં આવી રહી છે.

    વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ રહ્યું છે વિશેષ પૂજન

    ભગવાન શ્રીરામની હીરાજડિત પાદુકાનું પૂજન દેશના અનેક મંદિરોમાં કરવામાં આવશે. હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ 41 દિવસ સુધી ચરણ પાદુકાને મસ્તક પર ધારણ કરીને અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. જે બાદ રામેશ્વરમ અને બદ્રીનાથમાં પાદુકાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. બાલાજી મંદિરના ટ્રસ્ટી કે. સુબ્બારાયયુડૂએ પાદુકાને પોતાના મસ્તક પર ધારણ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા કરીને અમદાવાદના તિરૂપતિ બાલાજીમાં મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. જે બાદ પાદુકાને શ્રધ્ધાળુઓના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. અનેક ભક્તોએ પાદુકાને મસ્તક પર ધારણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે ભગવાન શ્રીરામની આ પવિત્ર ચરણ પાદુકાને ગુજરાતના અન્ય મંદિરોમાં પણ લઈ જવામાં આવશે. તિરૂપતિ મંદિર બાદ હવે પાદુકાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ લઈ જવામાં આવશે. જ્યાં તેમની વિશેષ પૂજા કરવામાં આવશે. જે બાદ ત્યાંથી જગત મંદિર દ્વારકા ખાતે લઈ જવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં 19 જાન્યુઆરીએ ચરણ પાદુકા અયોધ્યા પહોંચશે.

    અમદાવાદમાં બની રહ્યો છે શ્રીરામ મદિરનો ધ્વજદંડ

    ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં તૈયાર થઇ રહેલા મંદિરના મુખ્ય ધ્વજદંડનું કાર્ય અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ નામની કંપનીમાં થઈ રહ્યું છે. મુખ્ય દંડ સાથે બીજા 7 ધ્વજદંડો પણ તૈયાર થઇ રહ્યા છે. જેમાંથી મુખ્ય ધ્વજદંડ 5500 કિલો વજનનો અને અને ઉંચાઈ 44 ફૂટ જેટલી છે. જયારે બીજા દંડો 700 કિલો અને 20 ફૂટ સુધીની ઉંચાઈ વાળા છે. મંદિરના મુખ્ય ધ્વજદંડને શુદ્ધ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. જેમાં અંદાજે 15 હજાર કિલો પિત્તળનો ઉપયોગ થવાનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં