Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભરુચ: ઉત્તરાયણ તહેવારમાં હિંદુ દેવી-દેવતાઓના ફોટાવાળા પતંગો અને ચાઈનીઝ દોરીના વેંચાણ સામે...

    ભરુચ: ઉત્તરાયણ તહેવારમાં હિંદુ દેવી-દેવતાઓના ફોટાવાળા પતંગો અને ચાઈનીઝ દોરીના વેંચાણ સામે વિરોધ

    નોંધનીય છે કે રાજ્યની અંદર દર વર્ષે ચાઈનીઝ દોરીનો વ્યાપક ઉપયોગ થાય છે જેનાથી કેટલાયને શારિરીક ઈજાઓ પહોંચે છે અને કેટલાકના તો મોત પણ નીપજે છે.

    - Advertisement -

    આગામી ઉત્તરાયણ તહેવાર નિમિતે ભરુચ શહેરની અંદર હિંદ દેવી-દેવતાઓના ફોટાવાળી પતંગો વેંચાણ અને ચાઈનીઝ દોરી વેંચાણના વિરોધમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્રારા વિરોધ પ્રદર્શન કરી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

    એક્તા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું કે ચાઈનીઝ દોરી ના વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લાલચું વેપારીઓ દ્વારા વધુ નફો કમાવાની લાલચ માટે, સામાન્ય માણસને જોખમરૂપ ચાઈનીઝ દોરીઓનું ખુલ્લેઆમ વેંચાણ કરે છે તેના પર કડક પગલા લેવામાં આવે. નોંધનીય છે કે રાજ્યની અંદર દર વર્ષે ચાઈનીઝ દોરીનો વ્યાપક ઉપયોગ થાય છે જેનાથી કેટલાયને શારિરીક ઈજાઓ પહોંચે છે અને કેટલાકના તો મોત પણ નીપજે છે. માનવીની સાથે આ ચાઈનીઝ દોરીથી પક્ષીઓને પણ એટલીજ તકલીફ પડે છે દર વર્ષે ચાઈનીઝ દોરીને લીધે કેટલાય પક્ષીઓના પણ મોત નીપજે છે.

    એક્તા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ હતુ. (ફોટો – Connect Gujarat)

    એક્તા એ જ લક્ષ્ય સંગઠન દ્રારા આપવામાં આવેલ આવેદનમાં જણાવામાં આવ્યું છે કે પતંગો પર હિંદુ દેવી-દેવતાઓના ફોટાઓ વાળી પતંગો, રાષ્ટ્રીય ચિન્હો વાળી પતંગો અને મહાપુરુષોના ફોટા વાળી પતંગો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે, કેમકે સમય જતા ફાટેલી અવસ્થામાં પતંગો રોડ પર પડેલા જોવા મળે છે અને લોકોના પગ નીચે અને વાહનો દ્વારા કચડાતા જોવા મળે છે જેનાથી હિંદુ અને ભારતીયોની રાષ્ટ્રીય લાગણી દુભાય છે. આવામાં પોલીસ તંત્રને સૂચના અપાય કે આવા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આવા પતંગો અને ચાઈનીઝ દોરીઓના વેંચાણ પર રોક લગાડવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

    - Advertisement -

    ઉત્તરાયણના દિલસે સૂર્ય મકર રાશીમાં પ્રવેશે છે અને લોકો પતંગ ચગાવી તેને ઊજવે છે. દેશના બીજા ભાગો કરતા ગુજરાતની અંદર ઉત્તરાયણ પર્વનો વધારે જ ઉત્સાહ જોવા મળે છે. લોકો વહેલી સવારથી જ પોતાના ઘરના ધાબા પર ચડી પતંગ ચગાવા માંડે છે અને દિવસભર ત્યાંજ રહે છે. બીજાના પતંગ કાપવાની લ્હાયમાં તેઓ ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરે છે જે ખૂબજ જોખમી હોય છે. ખાસ કરીને આકાશમાં ઉડતા પક્ષીઓ અને રસ્તા પર વાહન ચલાવતા રાહદારીઓને તેનાથી ઈજાઓ પહોંચે છે. આમ, દર વર્ષે ચાઈનીઝ દોરીઓ પર રોક લગાડવામાં આવે છે પણ માત્ર કાગળો પર જ તેની અસર જોવા મળે છે હકીકતે લોકો દર વર્ષે તેનો છૂટ થી ઉપયોગ કરે છે. આમ આકાશમાં ઉડતા હજારો પક્ષીઓના ચાઈનીઝ દોરીને લીધે મોત થાય છે અને કેટલાક કિસ્સાઓમાંતો તે માણસોના પણ જીવ લે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં