Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'લવ જેહાદ પર કાયદો બનાવવો જોઈએ': કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની બિહાર સરકાર...

    ‘લવ જેહાદ પર કાયદો બનાવવો જોઈએ’: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની બિહાર સરકાર પાસે માંગ, શ્રદ્ધા વોકર હત્યાકાંડથી આહત

    મીડિયા સાથે વાતચીત દરમિયાન ગિરિરાજ સિંહે બિહાર રાજ્યમાં લવ જેહાદ વિરોધી કાયદો બનાવો જોઈએ તેવી વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ દેશમાં લવ જેહાદ ખુબ સુનિયોજિત રીતે કરવામાં આવે છે.

    - Advertisement -

    શ્રદ્ધા વોકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન દ્વારા કરાયેલ ઘાતકી હત્યા બાદ હવે દેશમાં ફરી એકવાર લવ જેહાદ વિષે ચર્ચા શરૂ થઇ છે. એવામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બિહાર સરકાર સામે રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરતા જોવા મળ્યા છે.

    મીડિયા સાથે વાતચીત દરમિયાન ગિરિરાજ સિંહે બિહાર રાજ્યમાં લવ જેહાદ વિરોધી કાયદો બનાવો જોઈએ તેવી વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ દેશમાં લવ જેહાદ ખુબ સુનિયોજિત રીતે કરવામાં આવે છે.

    “ક્યારેય એવો કોઈ કિસ્સો સામે નથી આવતો કે જેમાં કોઈ હિન્દૂ છોકરાએ નામ બદલીને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હોય.” કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું.

    - Advertisement -

    તેઓએ થોડા સમય પહેલાની એક ઘટના યાદ કરતા કહ્યું કે, “હોળી સમયે જે રીતે રજૌડા ગામમાં જે રીતે મુસ્લિમોએ હિંદુઓ પર પ્રહાર કર્યો હતો અને પોલીસે ઉલટાનું હિંદુઓ પર જ કેસ કરીને તેમને જેલમાં પુરી દીધા હતા.”

    એવું નથી કે ગિરિરાજ સિંહ દ્વારા આવી માંગ પહેલી વાર કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક વાર કેન્દ્રીય મંત્રી બિહારમાં લવ જેહાદ વિરોધી કાયદો લાવવાની વકાલત કરતા આવ્યા છે.

    શું છે શ્રદ્ધા વોકર હત્યા કેસ

    આફતાબ આમીન પૂનાવાલા નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને પાણી વડે ધોઈને સાફ કરીને ભરવા માટે એક ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે 2 વાગ્યે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.

    જેમ-જેમ આ કેસની તપાસ આગળ ચાલી રહી છે તેમ નવા અને ચોંકાવનારા ખુલાસા પણ થઇ રહ્યા છે. જેમાં આફતાબ શ્રદ્ધાની હત્યા બાદ પણ અનેક યુવતીઓને તેના ફ્લેટ પર લાવ્યો હોવાનું અને શ્રદ્ધા સાથે અગાઉ પણ મારપીટ કરી ચૂક્યો હોવા સહિત અનેક મોટા ખુલાસા થયા છે.

    હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારમાં ફરી લવ જજેહાદ વિરોધી કાયદો બનાવવાનો મુદ્દો ઉઠાવીને રાજકારણ ગરમ કર્યું છે. જોવાનું રહે છે કે બિહાર સરકાર આ વાતને ગંભીરતાથી લે છે કે નહિ અને આવો કોઈ કાયદો બનાવે છે કે નહિ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં