Monday, November 4, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે સિટીબસ સેવા ફ્રી:...

    અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે સિટીબસ સેવા ફ્રી: BRTSમાં પણ નહિ લેવાય ટિકિટ

    ક્ષાબંધન પર્વને લઈને AMC દ્વારા નિર્ણય કરાયો છે કે AMTS અને BRTSમાં મહિલાઓ ફ્રી બસ મુસાફરી કરી શકશે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ અને ભરૂચમાં પણ બહેનો માટે ફ્રી મુસાફરીનીઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આજે 30 ઓગસ્ટ 2023ના રોજ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. દેશભરમાં આજે બહેનો પોતાના લાડકવાયા વિરાને રાખડી બાંધી તેની પાસેથી રક્ષાનું વચન લેશે. દેશની સાથે ગુજરાતમાં પણ આ રક્ષાબંધનના પર્વને લઈને ઉત્સાહ અને ઉમગ જોવા મળી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા રક્ષાબંધન પર્વને લઈને બહેનોને વિશેષ ભેટ આપવામાં આવી છે. બહેનો આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભરૂચ જેવા શહેરોની સિટીબસમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે. રક્ષાબંધનની ભેટ સ્વરૂપે સ્થાનિક તંત્ર દ્વારા બહેનોને ભેટ આપવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પણ રક્ષાબંધનની ઉજવણી કરશે. રક્ષાબંધનના પર્વ પર કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડરમાં પણ ભાવ ઘટાડો જાહેર કર્યો છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળ નિવાસ સંકુલમાં કોમ્યુનિટી હૉલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવાના છે. વિશેષમાં રક્ષાબંધન પર્વને લઈને AMC દ્વારા નિર્ણય કરાયો છે કે AMTS અને BRTSમાં મહિલાઓ ફ્રી બસ મુસાફરી કરી શકશે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ અને ભરૂચમાં પણ બહેનો માટે ફ્રી મુસાફરીનીઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

    રક્ષાબધન પર બહેનો કરી શકશે ફ્રી મુસાફરી

    AMC દ્વારા ચાંદખેડાથી વાસણા અને નરોડાથી અરવિંદ પોલિમર સુધીના બે લાંબા રૂટમાં માત્ર મહિલાઓ માટે વિશેષ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રક્ષાબંધન પર્વને લઈને આ બંને રુટ પર વિશેષ બસનો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે મફત મુસાફરીની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. મેયર તથા અન્ય પદાધિકારીઓની હાજરીમાં મહિલાઓને રક્ષાબંધન પર ભેટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વડોદરામાં કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર બહેનો સારી રીતે ઉજવી શકે છે તે માટે તા. 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે એક દિવસ માટે સમગ્ર વડોદરા શહેરની અંદર બહેનો બસમાં ફ્રી મુસાફરી કરી શકે તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ સિવાય ભરૂચમાં પણ નગરપાલિકા દ્વારા સંચાલિત તમામ રૂટની સિટી બસમાં બહેનો માટે ફ્રી મુસાફરીનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    રાજકોટ મનપાની 117 જેટલી બસના રુટ પર પણ મહિલાઓ રક્ષાબંધનના દિવસ દરમિયાન નિશુલ્ક મુસાફરી કરી શકશે. આ ઉપરાંત સુરત શહેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત સિટીલીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમ જ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં મુસાફરી કરવા માટેનો નિર્ણય સુરત મહાનગર પાલિકા દ્વારા કરાયો છે.

    મોદી સરકારે પણ બહેનોને આપી ભેટ

    રક્ષાબંધન પર મોદી સરકારે બહેનોને મોટી ભેટ આપી છે. તારીખ 29 ઓગસ્ટ અને મંગળવારના રોજ કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા જણાવાયું હતું કે પીએમ મોદીએ લાખો બહેનોને આ ભેટ આપી છે. 75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે. ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ 200ની સબસિડી આપવામાં આવી હતી, જ્યારે હવેથી 200 રૂપિયાની લગથી સબસિડીનો લાભ મળશે. એટલે કે હવે ઉજ્જવલા યોજના હેઠળ આવનારને 400 રૂપિયાની સબસિડી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે LPG ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાના ઘટાડાના કેન્દ્રના નિર્ણયને આવકાર્યો હતો, ગુજરાતનાં લોકો વતી PM મોદીનો આભાર પણ માન્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં