Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાહુલ ગાંધી વિદેશ જઈને અનિચ્છનીય ઉદ્યોગપતિઓને મળતા રહે છે’: ગાંધી પરિવારની અત્યંત...

    ‘રાહુલ ગાંધી વિદેશ જઈને અનિચ્છનીય ઉદ્યોગપતિઓને મળતા રહે છે’: ગાંધી પરિવારની અત્યંત નજીક રહી ચૂકેલા ગુલામ નબી આઝાદે ખોલી પોલ

    “રાહુલ ગાંધીએ જે કહ્યું એ શરમજનક બાબત છે. મારા કોઈ પણ ઉદ્યોગપતિ સાથે ક્યારેય કોઈ સબંધો રહ્યા નથી. તેમના (રાહુલ) સહિત આખા પરિવારના ઉદ્યોગપતિઓ સાથે સબંધો રહ્યા છે."

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં અદાણી સાથે જોડીને ટાર્ગેટ કર્યા બાદ પૂર્વ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેમના કોઈ ઉદ્યોગપતિ સાથે સબંધો રહ્યા નથી અને સાથે ઉમેર્યું કે સ્વયં રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના પરિવારના ઉદ્યોગપતિઓ સાથે સબંધો છે અને રાહુલ વિદેશોમાં જઈને અનિચ્છનીય ઉદ્યોગપતિઓને મળતા રહે છે. 

    રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એક ટ્વિટ કર્યું હતું અને કોંગ્રેસ પાર્ટી છોડી ગયેલા નેતાઓને અદાણી સાથે જોડ્યા હતા. એક વર્ડ પઝલની તસ્વીર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ આ નેતાઓ પર નિશાન સાધ્યું હતું. જેને લઈને પહેલાં આસામ સીએમ હિમંત બિસ્વ સરમાએ રાહુલને જવાબ આપ્યો હતો તો હવે ગુલામ નબી આઝાદે પણ વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં ગુલામ નબી, હિમંત સરમા, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રેડ્ડી અને અનિલ એન્ટનીને ટાર્ગેટ કર્યા હતા. 

    રાહુલ ગાંધીના આરોપોને લઈને ગુલામ નબી આઝાદને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું. જેને લઈને તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીએ જે કહ્યું એ શરમજનક બાબત છે. મારા કોઈ પણ ઉદ્યોગપતિ સાથે ક્યારેય કોઈ સબંધો રહ્યા નથી. તેમના (રાહુલ) સહિત આખા પરિવારના ઉદ્યોગપતિઓ સાથે સબંધો રહ્યા છે. હજુ (ગાંધી) પરિવાર માટે મને ખૂબ આદર છે, જેથી હું કંઈ કહેવા માંગતો નથી. નહીંતર હું 10 ઉદાહરણો આપી શકું છું જેમાં તેમણે વિદેશોમાં પણ જઈને એવા લોકો સાથે મુલાકાત કરી છે, જેઓ ‘અનિચ્છનીય ઉદ્યોગપતિ’ (Undesirable Businessmen) છે.

    - Advertisement -

    રાહુલ ગાંધી વિદેશમાં જઈને કોને અને કેમ મળ્યા? સ્પષ્ટતા કરે- ભાજપ 

    ગુલામ નબી આઝાદના આ ઇન્ટરવ્યૂની ક્લિપ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કરી હતી અને રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને પૂછ્યું હતું કે તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ઉદ્યોગપતિઓ કોણ છે અને શા માટે તેમની સાથે તેમણે મુલાકાતો કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત દેશના બે ટોચના ઉદ્યોગપતિઓ અંબાણી-અદાણી પર જાતજાતના આરોપો લગાવતા રહે છે અને મોદી સરકારને તેમને વિશેષ લાભો પહોંચાડવાના પણ આક્ષેપો કરતા રહે છે. હવે તેમણે આ આરોપો સાથે પોતાના જ એક સમયના સાથીઓને જોડી દીધા હતા. 

    આસામ સીએમ હિમંત સરમાએ કહ્યું- રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ 

    અદાણી મુદ્દેના ટ્વિટને લઈને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ રાહુલ ગાંધીને ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ તેમને કોર્ટમાં મળશે. ત્યારબાદ રવિવારે (9 એપ્રિલ, 2023) એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જે કંઈ કહ્યું છે તે અપમાનજનક છે અને 14 એપ્રિલ પછી આ મામલે ગુવાહાટીમાં એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં