Thursday, May 2, 2024
More
    હોમપેજદેશગાઝિયાબાદની જે કોલેજમાં ‘જય શ્રીરામ’ કહેવા બદલ વિદ્યાર્થીને અપાયો ઠપકો, તેની વેબસાઈટ...

    ગાઝિયાબાદની જે કોલેજમાં ‘જય શ્રીરામ’ કહેવા બદલ વિદ્યાર્થીને અપાયો ઠપકો, તેની વેબસાઈટ હૅક થઈ ગઈ: પ્રોફેસરને શૂર્પણખા તરીકે દર્શાવાયાં, મોટા અક્ષરે લખ્યું- ‘જય શ્રીરામ’

    વેબસાઈટના હોમપેજ પર વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરોમાં ‘JAY SHREE RAM’ લખવામાં આવ્યું. ડાબી તરફ ભગવાન રામ હાથમાં ધનુષ્ય-બાણ લઈને ઊભેલા જોવા મળે છે. જ્યારે જમણા ખૂણે જે મહિલા પ્રોફેસરે વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા બદલ ઠપકો આપ્યો હતો તેમને કપાયેલા નાક સાથે દર્શાવવામાં આવ્યાં છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક એન્જિનિયરિંગ કોલેજમાં કલ્ચરલ ફેસ્ટિવલ દરમિયાન સ્ટેજ પરથી ‘જય શ્રીરામ’ કહીને અભિવાદન કરનાર વિદ્યાર્થીને સ્ટેજ પરથી ઉતારી મૂકવામાં આવ્યા બાદ મુદ્દો ચર્ચામાં છે. તાજા સમાચાર એવા છે કે આ કોલેજની વેબસાઈટ હૅક થઈ ગઈ છે. ત્યાં મોટા અક્ષરોમાં ‘જય શ્રીરામ’ લખવામાં આવ્યું છે અને નારાનો વિરોધ કરીને વિદ્યાર્થીને ઠપકો આપનાર મહિલા પ્રોફેસરને શૂર્પણખા તરીકે દર્શાવવામાં આવ્યાં છે. 

    આ કોલેજનું નામ ABSE કૉલેજ ઑફ એન્જીનિયરિંગ છે. અહીં શુક્રવારે (20 ઓક્ટોબર) યોજાયેલા એક કાર્યક્રમમાં આ ઘટના બની હતી, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા બાદ ખૂબ વિરોધ થયો. બીજી તરફ, શનિવારે સવારે કૉલેજની વેબસાઈટ હૅક કરી લેવામાં આવી. વેબસાઈટનું એડ્રેસ છે- https://abes.ac.in/. હૅકરે વેબસાઈટ પર મોટા-મોટા અક્ષરોથી ‘જય શ્રીરામ’ લખી દીધું હતું. 

    હૅક થયા બાદ આવી દેખાઈ રહી છે ABES કોલેજની વેબસાઈટ

    વેબસાઈટના હોમપેજ પર વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરોમાં ‘JAY SHREE RAM’ લખવામાં આવ્યું. ડાબી તરફ ભગવાન રામ હાથમાં ધનુષ્ય-બાણ લઈને ઊભેલા જોવા મળે છે. જ્યારે જમણા ખૂણે જે મહિલા પ્રોફેસરે વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા બદલ ઠપકો આપ્યો હતો તેમને કપાયેલા નાક સાથે દર્શાવવામાં આવ્યાં છે. આ સિવાય ઉપરની તરફ ‘જય શ્રીરામ’ હિન્દીમાં લખવામાં આવ્યું અને નીચે કહેવાયું કે- ‘શ્રીરામના નામથી માત્ર રાક્ષસોને તકલીફ થાય છે.’ (‘श्री राम के नाम से चिढ़ें सिर्फ राक्षस’)

    - Advertisement -

    આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોલેજ તરફથી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી. 

    શું છે મામલો?

    જે વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રોફેસર વિદ્યાર્થીને ઠપકો આપતાં જોવા મળે છે. તેઓ પૂછે છે કે આખરે તેણે ‘જય શ્રીરામ’ના નારા કેમ લગાવ્યા? તેઓ કહે છે, “તમે આના માટે કોલેજમાં આવો છો? આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આની પરવાનગી ન આપી શકાય. બહાર નીકળી જાઓ.” બીજી તરફ વિદ્યાર્થી કહેતો સંભળાય છે કે તેણે માત્ર ઓડિયન્સમાંથી કરવામાં આવેલા અભિવાદનનો જવાબ જ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વીડિયોની શરૂઆતમાં ઓડિયન્સમાંથી ઘણા લોકો સ્ટેજ પરના વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’થી અભિવાદન કરતા સંભળાય છે. 

    લોકોએ અભિવાદન કર્યા બાદ વિદ્યાર્થીએ પણ ‘જય શ્રીરામ’ કહ્યું હતું અને ત્યારબાદ ઑડિયન્સમાંથી પણ સતત ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા. જેના કારણે મહિલા પ્રોફેસર ભડકી ઉઠ્યાં અને વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને બહાર કાઢી મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 

    સમગ્ર મામલે વિવાદ થયા બાદ પ્રોફેસર મમતા ગૌતમે એક વીડિયો જારી કરીને નિવેદન આપ્યું અને કહ્યું કે તેમને, સાથી પ્રોફેસરોને કે કોલેજ પ્રશાસનને ‘જય શ્રીરામ’ના નારા સાથે કોઇ વાંધો નથી અને વિદ્યાર્થી વધુ પડતી દલીલો કરી રહ્યો હતો તેથી તેમણે એક્શન લેવી પડી. સાથે એમ પણ કહ્યું કે, તેઓ પણ સનાતની છે અને જય શ્રીરામ કહેવામાં કોઇ સમસ્યા નથી. સાથે દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ટિપ્પણીઓ થઈ રહી છે તેના કારણે તેઓ પરેશાન છે. જોકે, લોકોનું કહેવું છે કે તેઓ હવે ‘વિક્ટિમ કાર્ડ’ રમી રહ્યાં છે.

    અપડેટ: સમાચાર પ્રસર્યા બાદ કોલેજે વેબસાઈટ રિકવર કરી લીધી હતી અને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવી દેવામાં આવી હતી. જોકે, કોલેજ પ્રશાસને આ મામલે કોઇ નિવેદન આપ્યું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં