Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણ'PoK પોતાની મેળે ભારતમાં ભળી જશે, વેઇટ એન્ડ વોચ': રાજસ્થાનમાં ભૂતપૂર્વ આર્મી...

    ‘PoK પોતાની મેળે ભારતમાં ભળી જશે, વેઇટ એન્ડ વોચ’: રાજસ્થાનમાં ભૂતપૂર્વ આર્મી ચીફ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહનું મોટું નિવેદન

    કેન્દ્રીય મંત્રીએ ભારતના પ્રમુખપદ હેઠળ તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટની સફળતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સમિટની ભવ્યતાએ ભારતને વિશ્વ મંચ પર એક અનોખી ઓળખ અપાવી છે અને દેશે વિશ્વમાં પોતાની કાબેલિયત સાબિત કરી છે.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે કહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ટૂંક સમયમાં જ ‘પોતાની મેળે’ ભારતમાં ભળી જશે.

    “PoK પોતાની રીતે ભારતમાં ભળી જશે, થોડો સમય રાહ જુઓ,” કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે રાજસ્થાનના દૌસામાં એક પ્રેસ કોન્ફરન્સમાં PoKમાં શિયા મુસ્લિમોની ભારત સાથે સરહદ ક્રોસિંગ ખોલવાની માંગણી અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું.

    નોંધનીય છે કે મંત્રી ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રા (PSY) કાર્યક્રમ દરમિયાન દૌસામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રીએ ભારતના પ્રમુખપદ હેઠળ તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટની સફળતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સમિટની ભવ્યતાએ ભારતને વિશ્વ મંચ પર એક અનોખી ઓળખ અપાવી છે અને દેશે વિશ્વમાં પોતાની કાબેલિયત સાબિત કરી છે.

    “G20 સમિટ અભૂતપૂર્વ હતી. આ પહેલા ક્યારેય આવું થયું નથી અને ભારત સિવાય અન્ય કોઈ દેશ આ રીતે સમિટનું આયોજન કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં પોતાની કાબેલિયત સાબિત કરી છે. G-20 જૂથમાં વિશ્વના તમામ શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે,” સિંહે કહ્યું.

    વધુમાં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજસ્થાન સરકાર પર ઊભરો કાઢતાં મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન કોંગ્રેસ સરકાર હેઠળ રાજ્ય કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિથી પરેશાન છે.

    “આ જ કારણ હતું કે ભાજપે લોકોની વચ્ચે જઈને તેમને સાંભળવા માટે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવું પડ્યું. લોકો પરિવર્તન ઇચ્છે છે અને તેઓ આ યાત્રામાં અમારી સાથે આવી રહ્યા છે અને પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે.” તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રાને રાજ્યભરમાં પુષ્કળ જન સમર્થન મળી રહ્યું છે.

    આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રીના ચહેરા અંગેના પ્રશ્ન પર વી કે સિંહે કહ્યું કે જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં ભાજપ મુખ્યમંત્રીના ચહેરાની ઘોષણા કરતું નથી, પરંતુ વડાપ્રધાનના કરિશ્મા પર જ ચૂંટણી લડે છે.

    “દરેક વ્યક્તિએ માની લેવું જોઈએ કે પાર્ટી એવા નેતાઓને તક આપશે જેઓ સારા, ઉપયોગી અને જેમના પર જનતાને વિશ્વાસ છે,” તેમણે કહ્યું.

    (આ સમાચાર અહેવાલ સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. હેડલાઇન સિવાય, સામગ્રી OpIndia સ્ટાફ દ્વારા લખવામાં કે સંપાદિત કરવામાં આવી નથી)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં