Wednesday, November 6, 2024
More
    હોમપેજરાજકારણ'આ વખતે જ નહીં, હવે ક્યારેય નહીં આવે ગેહલોતની સરકાર': રાજસ્થાનથી PM...

    ‘આ વખતે જ નહીં, હવે ક્યારેય નહીં આવે ગેહલોતની સરકાર’: રાજસ્થાનથી PM મોદીએ કરી ‘ભવિષ્યવાણી’, કહ્યું- લાલ ડાયરીના પાનામાં છુપાયેલું છે કોંગ્રેસનું કાળું સત્ય

    PM મોદીએ આરોપ લગાવતા કહ્યું કે, "અશોક ગેહલોતની સરકારમાં દરેક ભરતીમાં કૌભાંડ થાય છે." તેમણે કહ્યું કે, "કોંગ્રેસના નેતાઓ અને તેમની નજીકના લોકો વચ્ચે એવો ધંધો છે કે તેમના બાળકો ઓફિસર બની ગયા અને તમારા બાળકો પાછળ રહી ગયા. તેથી આવા લોકોને રાજસ્થાનની ધરતી પરથી પસંદગીપૂર્વક કાઢવા પડશે."

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. PM મોદી પણ ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન આવ્યા છે. PM મોદીએ રાજસ્થાનમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ અને અશોક ગેહલોત પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે તેમણે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે “હું ભવિષ્યવાણી કરું છું, રાજસ્થાનમાં આ વખતે જ નહીં, પરંતુ હવે ક્યારેય ગેહલોત સરકાર નહીં આવે.” આ ઉપરાંત તેમણે ભ્રષ્ટાચાર અને પેપર લીક મામલે ગેહલોત સરકારને આડે હાથ લીધી હતી.

    PM નરેન્દ્ર મોદી બુધવારે (22 નવેમ્બર) રાજસ્થાનના સાગવાડા ડુંગરપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. વિશાળ જનમેદની વચ્ચે PM મોદીએ સંબોધન આપ્યું હતું. PM મોદીએ તે વિસ્તાર સાથે ખાસ સંબંધ હોવાનું જણાવ્યું હતું. એ ઉપરાંત તેમણે ગેહલોત સરકાર પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે જે ભૂમિમાં માવજી મહારાજને સચોટ ભવિષ્યવાણીઓ માટે આશીર્વાદ મળ્યા છે, ત્યાં ભાજપ આવી રહ્યું છે એ સ્પષ્ટ દેખાઈ રહયું છે.

    ‘ક્યારેય નહીં આવે ગેહલોતની સરકાર’

    PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, “આ ધરતીને સટીક ભવિષ્યવાણી માટે માવજી મહારાજનો આશીર્વાદ મળેલો છે. આ ભૂમિ માવજીના તપની ભૂમિ છે. અહીંની ભવિષ્યવાણીઓ 100% સાચી નીકળે છે. હું માવજી મહારાજને પ્રણામ કરતાં એક ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું. મારી નહીં પણ આ પવિત્ર ધરતીની શક્તિ છે કે મારા મનમાં આ વિચાર આવ્યો, એટલા માટે હું હિંમત કરી રહ્યો છું.” તેમણે વધુમાં કહ્યું કે, “સમગ્ર રાજસ્થાનના લોકો લખીને રાખી મૂકો, આ વખતે તો નહીં, પરંતુ હવે રાજસ્થાનમાં ક્યારેય અશોક ગેહલોતની સરકાર નહીં બને. આ માવજી મહારાજની ધરતી પરથી બોલાયેલા શબ્દો છે.”

    - Advertisement -

    રાજસ્થાનમાં બધી સરકારી ભરતીમાં કૌભાંડ

    PM મોદીએ આરોપ લગાવતા કહ્યું કે, “અશોક ગેહલોતની સરકારમાં દરેક ભરતીમાં કૌભાંડ થાય છે.” તેમણે કહ્યું કે, “કોંગ્રેસના નેતાઓ અને તેમની નજીકના લોકો વચ્ચે એવો ધંધો છે કે તેમના બાળકો ઓફિસર બની ગયા અને તમારા બાળકો પાછળ રહી ગયા. તેથી આવા લોકોને રાજસ્થાનની ધરતી પરથી પસંદગીપૂર્વક કાઢવા પડશે.” ફરી એકવાર લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને PM મોદીએ અશોક ગેહલોત પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, “કાળા કારનામાની લાલ ડાયરીના જે પાના ખૂલી રહ્યા છે, તેમાં કોંગ્રેસ સરકારનું કાળું સત્ય છુપાયેલું છે. લોકતંત્રએ તમને કુશાસનવાળી આ કોંગ્રેસ સરકારને બદલવાની એક તક આપી છે. આ તકને જવા દેવાની નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં