Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆણંદ: વીજ બિલના બાકી પૈસા ઉઘરાવવા ગયા હતા કર્મચારી, ફારૂકે ઉશ્કેરાઈને માથામાં...

    આણંદ: વીજ બિલના બાકી પૈસા ઉઘરાવવા ગયા હતા કર્મચારી, ફારૂકે ઉશ્કેરાઈને માથામાં લોખંડનો પાઇપ મારી દીધો, મારી નાંખવાની ધમકી આપી

    વીજ કર્મચારીએ બાકી નાણાંની ઉઘરાણી કરતાં ફારૂક ઉશ્કેરાઈ ગયો હતો અને પૈસા તો ન આપ્યા પણ સામે બોલાચાલી કરવા માંડ્યો હતો અને ગાળો વરસાવી હતી અને બિલ ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

    - Advertisement -

    31 માર્ચ નજીક હોવાના કારણે વીજ કંપનીઓ ડ્રાઈવ ચલાવી રહી છે અને ગ્રાહકોના બાકી નાણાંની ઉઘરાણી કરવામાં આવી રહી છે તો જેઓ બિલ ન ભરે તેમનાં કનેક્શન કાપવા સુધીનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આણંદ શહેરમાં આવી જ એક ડ્રાઈવના ભાગરૂપે બાકી બિલના પૈસા ઉઘરાવવા માટે નીકળેલા વીજ કંપનીના કર્મચારી ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. 

    આણંદની વીજ કંપનીમાં કામ કરતા કર્મચારી રાજુભાઈ રાઠોડ શહેરમાં બાકી નાણાં ઉઘરાવવા માટે નીકળ્યા હતા. દરમ્યાન, તેઓ શહેરના રોયલ સીટી રોડ પર આવેલી મિઝાન સોસાયટીમાં પહોંચ્યા, જ્યાં રહેતા ફારૂક વ્હોરા નામના શખ્સના ઘરનું 1800 રૂપિયાનું વીજ બિલ બાકી બોલતું હતું. 

    વીજ કર્મચારીએ બાકી નાણાંની ઉઘરાણી કરતાં ફારૂક ઉશ્કેરાઈ ગયો હતો અને પૈસા તો ન આપ્યા પણ સામે બોલાચાલી કરવા માંડ્યો હતો અને ગાળો વરસાવી હતી અને બિલ ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. વીજ કર્મચારી રાજુભાઈએ તેને અપશબ્દો ન બોલવાનું કહેતાં ફારૂક વધુ ઉશ્કેરાઈ ગયો અને ઘરમાંથી લોખંડનો પાઇપ ખેંચી લાવીને સીધો તેમના માથામાં મારી દીધો હતો અને બીજી વખત પૈસાની ઉઘરાણી કરવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

    - Advertisement -

    લોખંડના પાઇપના મારથી લોહીલુહાણ થઇ ગયેલા કર્મચારી ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. દરમ્યાન બંને વચ્ચે ઝઘડો સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. 

    વીજ કર્મચારી પર હુમલો થયા બાદ પીડિતની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસ મથકે FIR દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી તેમજ હોસ્પિટલ જઇને પીડિત વ્યક્તિનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. 

    એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પીડિત કર્મચારીએ કહ્યું કે, “અમારે બાકીના પૈસા ભરાવવાના હતા અને ન આપે તો વીજ કનેક્શન કાપવાનું હતું. પરંતુ તેણે પૈસા આપવાની ના પાડી દીધી અને કહ્યું કે જે થાય તે કરી લો. તેમાંથી બબાલ થઇ અને તેણે માથામાં પાછળના ભાગે ફટકો મારી દીધો.” તેમણે જણાવ્યું કે, આ શખ્સને બિલ ન ભરીને દાદાગીરી કરવાની ટેવ પડી ગઈ છે અને અગાઉ પણ વીજ કંપનીના કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ હોવાના બનાવો બન્યા હતા. 

    મામલાને લઈને આણંદ શહેર પોલીસ મથકે IPCની કલમ 186, 323, 332, 294(b), 506(2) અને 114 તેમજ GPAની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં