Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકન જેટ વિમાન માટેના એન્જિન હવે ભારતમાં બનશેઃ જેટ વિમાનની ટેક્નોલોજી પણ...

    અમેરિકન જેટ વિમાન માટેના એન્જિન હવે ભારતમાં બનશેઃ જેટ વિમાનની ટેક્નોલોજી પણ ભારતને આપશે, ચીન અને રશિયાને કાબૂ કરવાનું અમેરિકાનું પગલું?

    ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહયોગ મામલે કેટલાય મુદ્દાઓ પર સંમતિ બની છે. જેમાં સૌથી અગત્યની સંમતિ એ છે કે હવે અમેરિકન જેટ વિમાન GE-414ના એન્જિનનું નિર્માણ ભારતમાં થશે.

    - Advertisement -

    ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહયોગ મામલે કેટલાય મુદ્દાઓ પર સંમતિ બની છે. જેમાં સૌથી અગત્યની સંમતિ એ છે કે હવે અમેરિકન જેટ વિમાન GE-414ના એન્જિનનું નિર્માણ ભારતમાં થશે. જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આનું નિર્માણ કાર્ય આવતા વર્ષથી શરૂ થઈ જશે. ભારતમાં આ નિર્માણ કાર્ય એરોનોટિકલ ડેવલપમેંટ એજન્સી ( ADA ) કરશે.

    ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે, જ્યાં તેમણે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે ‘ક્રિટીકલ એન્ડ ઈમર્જિગ ટેક્નોલોજી’ બાબતે દ્વિપક્ષી વાર્તા કરી છે. આ વાર્તા દરમિયાન જ GE – 414 એન્જિનનું નિર્માણ ભારતમાં થશે તે બાબતે સંમતિ બની છે.

    વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, ડોવલ અને યુએસ NSA જેક સુલિવાનની આગેવાની હેઠળની ભારત-યુએસ ઇનિશિયેટિવ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET)ની અલગ બેઠકમાં, જેટ એરક્રાફ્ટને પાવર કરવા માટે ભારત દ્વારા સ્વદેશી રીતે ઉત્પાદિત સંયુક્ત રીતે જેટ એન્જિન વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં બનેલું આ એન્જિન અમેરિકાના GE-404 એન્જિન 4+ જનરેશનના LCA તેજસ માર્ક-1 એરક્રાફ્ટને વધુ શક્તિ પ્રદાન કરશે. GE-414 એન્જિન 4.5 જનરેશન માર્ક-2 તેજસને પાવર આપશે, જે લગભગ 6.5 ટન મિસાઇલો અને દારૂગોળો વહન કરશે. ભારત હવે વાયુસેના માટે માર્ક-2 એરક્રાફ્ટની 6 થી વધુ સ્ક્વોડ્રન (દરેક સ્ક્વોડ્રનમાં 18 એરક્રાફ્ટ) બનાવવાનું આયોજન કરી રહ્યું છે અને રસ ધરાવતા દેશોમાં ફાઇટર એરક્રાફ્ટની નિકાસ પણ કરશે.

    - Advertisement -

    વધુમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે મીટિંગમાં તેઓએ જેટ એન્જિન અને યુદ્ધસામગ્રી તકનીકો સંબંધિત સંયુક્ત વિકાસ અને ઉત્પાદન પ્રોજેક્ટ્સના સંશોધનને વેગ આપવા માટે એક નવો દ્વિપક્ષીય સંરક્ષણ ઔદ્યોગિક સહકાર રોડમેપ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.

    નોંધપાત્ર રીતે, મે 2022 માં ટોક્યોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બિડેન વચ્ચેની બેઠક પછી પ્રથમ વખત સંયુક્ત નિવેદનમાં ICETનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ બંને દેશોની સરકારો, વ્યવસાયો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક તકનીકી ભાગીદારી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધારવાનો છે.

    આ સંયુક્ત સાહસનો સૌથી મોટો ફાયદોએ છે કે ભારત માત્ર અમેરિકન જેટ વિમાન GE-414ના એન્જિનનું ઉત્પાદન જ નહિ કરશે પરંતુ અમેરિકા આ ઉત્પાદનની 100% ટેકનોલોજી ભારતને આપશે. જેથી ભારતીય વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી મળશે, આવનારા દિવસોમાં ભારત આ મામલે આત્મનિર્ભર પણ બને. 

    જો કે આ કરારના ઘણા વૈશ્વિક રાજકીય અર્થો પણ કાઢવામાં અવી રહ્યા છે. આટલું મોટું પગલું અમેરિકા એટલા માટે પણ ભરી રહ્યું છે કે જેથી ભારતને રશિયાથી દુર કરી શકાય અને ચીનને પણ કાબુમાં રાખી શકાય. જોકે પ્રેસ વાર્તા દરમિયાન આ બબાતે કોઈ ઉલ્લેખ કરાયો નથી પરંતુ અમેરિકાએ નામ લીધા વગર ચીન પણ નિશાન જરૂર ટાંક્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં