Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગૌતમ અદાણી ટોપ 3 ધનાઢ્યોની ગણતરીમાં શામેલ થવામાં માત્ર એક ડગલું દુર,...

    ગૌતમ અદાણી ટોપ 3 ધનાઢ્યોની ગણતરીમાં શામેલ થવામાં માત્ર એક ડગલું દુર, જેફ બેજોસને પાછળ છોડવાની તૈયારી

    ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સહુથી શ્રીમંત વ્યક્તિ બનવાથી થોડા જ દૂર છે અને તેઓ એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડી દેશે.

    - Advertisement -

    ગૌતમ અદાણી ટોપ 3 ધનાઢ્યોની ગણતરીમાં શામેલ થવાથી માત્ર એક ડગલું દુર છે. ગૌતમ અદાણીએ ટોપ 10 શ્રીમંતોની યાદીમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે, એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના ધનમાં દિવસ રાત અણનમ વધારો થઇ રહ્યો છે. જે જોઇને તે વાત નકારી શકાય નહી કે અદાણી ટૂંક સમયમાંજ ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની શકે છે.

    આજતકે આપેલા એક અહેવાલ મુજબ ફોર્બ્સની રીયલ ટાઈમ બીલેનીયર્સ ઇન્ડેક્સ (Forbs Real Time Billionaires)ના આંકડાઓ ઉપર નજર નાંખવામાં આવે, તો તેમાં જોઈ શકાય છે કે જે ઝડપથી ગૌતમ અદાણી આગળ વધી રહ્યા છે, જો તેમની આજ ઝડપ યથાવત રહી તો ખુબજ જલ્દીથી તેઓ ટોપ-10 અરબપતિઓના લીસ્ટમાં ત્રીજા નંબર પર રહેલા એમેઝોનના જેફ બેજોસને પણ પાછળ છોડી દેશે. આ બંને વચ્ચે ધનનું અંતર સતત ઘટી રહ્યું છે, અત્યાર સુધી મળતી માહિતી મુજબ ગૌતમ અદાણીની નેટ વર્થ 1.2 અરબ ડૉલરથી વધીને 131.1 અરબ ડૉલરને આંબી ગઈ છે. અને તેઓ વિશ્વના 4થા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ચુક્યા છે.

    મીડિયા અહેવાલો મુજબ એક સમયે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા જેફ બેજોસની સંપતિમાં ધરખમ ઘટાડો આવ્યો હતો. જોકે તે પહેલાજ એલન મસ્કે તેમની પાસેથી સૌથી વધુ શ્રીમંતાઈનું બિરુદ છીનવી લીધું હતું, અને બેજોસ બીજા નંબર ઉપર આવી ગયા હતા. તો બીજી તરફ ફ્રાંસના અરબપતિ બર્નાડ અર્નાલ્ટ સતત બીજા ક્રમ પર યથાવત રહ્યા છે. જેફ બેજોસની નેટવર્થની વાત કરીએ તો 165.1 અરબ ડૉલર સાથે તેઓ લીસ્ટમાં ત્રીજા નંબર પર છે.

    - Advertisement -

    અદાણી અને બેજોસની સંપત્તિમાં અંતર

    વિશ્વના સૌથી ધનવાનોમાં વર્ષ 2022માં સૌથી વધારે કમાણી કરનાર વ્યક્તિ ગૌતમ અદાણી છે, અને તેઓ ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. જેફ બેજોસ અને ગૌતમ અદાણી વચ્ચે જો સંપત્તિનું અંતર જોવામાં આવે તો અ બંને ધનવાનો વચ્ચે માત્ર 34 અરબ ડૉલરની નેટવર્થનો તફાવત બચ્યો છે.

    મુકેશ અંબાણીની સંપત્તિ ઘટી

    ટોપ-10 ધનવાનોની યાદીમાં 2 નામ એવા છે જેમની સંપત્તિ 100 અરબ ડૉલરથી નીચે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી શામેલ છે. મુકેશ અંબાણીની નેટવર્થ 184 મીલીયન ડૉલરથી ઘટીને 94.7 અરબ ડૉલરે પહોંચી ગઈ હતી. અને આ આંકડા સાથે ધનવાનોની યાદીમાં અંબાણી 10માં સ્થાને છે. જયારે સર્ગેઈ બ્રિન 97.6 અરબ ડૉલર સાથે 9માં સ્થાને છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં