Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સરકારનાં સારાં કામ બતાવવાની પણ હિંમત હોવી જોઈએ’: ગૌતમ અદાણી, કહ્યું- NDTV...

    ‘સરકારનાં સારાં કામ બતાવવાની પણ હિંમત હોવી જોઈએ’: ગૌતમ અદાણી, કહ્યું- NDTV હસ્તગત કરવું એ વ્યવસાયનો ભાગ નહીં પણ એક જવાબદારી હતી

    તેમણે કહ્યું કે, તેઓ NDTVને એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવા માંગે છે અને વૈશ્વિક સ્તરે આગળ લઇ જવા માંગે છે.

    - Advertisement -

    દ્યોગપતિ અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં તેમની કંપનીએ મીડિયા ચેનલ NDTV માટે સોદો કર્યા બાદ આ મામલે પણ તેઓ ચર્ચામાં રહે છે. હવે તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ મુદ્દાને લઈને વધુ વાતો કરી છે. તેમણે સાથે મહત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, સરકાર સારાં કામ કરે તે બતાવવાની પણ હિંમત હોવી જોઈએ. 

    ગૌતમ અદાણીએ આ ઇન્ટરવ્યૂ ફાયનાન્શિયલ ટાઈમ્સને આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, NDTV હસ્તગત કરવું એ એકમાત્ર વ્યવસાયનો ભાગ ન હતો પરંતુ એક મોટી જવાબદારી પણ હતી. તેમણે કહ્યું કે, તેઓ NDTVને એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવા માંગે છે અને વૈશ્વિક સ્તરે આગળ લઇ જવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત પાસે ફાયનાન્શિયલ ટાઈમ્સ કે અલ જઝીરા જેવું એકપણ માધ્યમ નથી. 

    અદાણીએ આગળ કહ્યું કે, “(મીડિયા) સ્વતંત્રતાનો અર્થ એ છે કે જો સરકાર કંઈ ખોટું કરતી હોય તો તમે કહો કે આ ખોટું છે. પરંતુ બીજી તરફ, જો સરકાર સારાં કામ કરતી હોય તો તે બતાવવાની પણ હિંમત હોવી જોઈએ.”  તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમણે NDTVના માલિક-સંસ્થાપક પ્રણય રોયને ચેરમેન તરીકે યથાવત રહેવા માટે પણ ઑફર કરી હતી. 

    - Advertisement -

    અદાણી જૂથ પર અવારનવાર વિપક્ષી પાર્ટીઓ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર પાસેથી લાભો મેળવવાના આરોપ લાગતા રહ્યા છે. આ તમામ આરોપો નકારી કાઢતાં તેમણે કહ્યું કે, તેઓ સરકારનાં વિકાસકાર્યોમાં સહભાગી થઇ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં યુનિકોર્ન્સ અને વ્યવસાયો ઝડપથી પેદા થતા રહેશે. 

    આ ઉપરાંત, ગૌતમ અદાણીએ મુન્દ્રા પોર્ટ અને ગુજરાતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થિત પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વધુ 4 અબજ ડોલરનું રોકાણ કરવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત, તેઓ સસ્ટેનેબલ એનર્જી ચેઇનમાં 70 અબજ ડોલરનું રોકાણ કરશે તેમ પણ જણાવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અદાણી સમૂહે NDTVમાં એક મોટો હિસ્સો ખરીદ્યો હતો. અદાણી સમૂહની એએમજી મીડિયા નેટવર્કે NDTV ચેનલમાં અપ્રત્યક્ષ રીતે 29.18 ટકા શૅર ખરીદ્યા હતા. આ સોદો વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ અને RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ મારફતે થયો હતો. VCPL AMNLની 100 ટકા સબ્સિડરી કંપની છે. જ્યારે RRPR NDTVની પ્રમોટર કંપની છે. જેમાં AMGNLએ 99.5 ટકા ઈકવીટી ખરીદી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં