Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલખનૌ કોર્ટમાં ગોળીબાર, વધુ એક ગેંગસ્ટર ઠાર મરાયો: વકીલના સ્વાંગમાં આવેલ હત્યારાઓએ...

    લખનૌ કોર્ટમાં ગોળીબાર, વધુ એક ગેંગસ્ટર ઠાર મરાયો: વકીલના સ્વાંગમાં આવેલ હત્યારાઓએ મુખ્તાર અંસારીના નજીકના માફિયા સંજીવની કરી હત્યા

    મળતી માહિતી મુજબ, માફિયા સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ભાજપના નેતા કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સંજીવ જીવનું નામ સામે આવ્યું હતું. આ સિવાય સંજીવ પૂર્વાંચલ ભાજપના ધારાસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો પણ આરોપી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની કોર્ટમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે લખનૌ કોર્ટમાં મુખ્તાર અંસારીના નજીકના માફિયા સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા નામના ગેંગસ્ટર પર જીવલેણ હુમલો થયો છે. કેટલાક હુમલાખોરોએ કોર્ટ પરિસરની અંદર સંજીવને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાનું મોત થયું છે.

    માફિયા સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને બુધવારે લખનૌના કૈસરબાગ સ્થિત પોસ્કો કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કથિત રીતે વકીલના કપડામાં આવેલા હુમલાખોરોએ ગેંગસ્ટર સંજીવ પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ સંજીવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં એક પોલીસકર્મીને પણ ગોળી વાગી હતી. પોલીસકર્મીને પગમાં ગોળી વાગી છે, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

    ભાજપા નેતા સંજીવ કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં આરોપી હતો સંજીવ

    મળતી માહિતી મુજબ, માફિયા સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ભાજપના નેતા કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સંજીવ જીવનું નામ સામે આવ્યું હતું. આ સિવાય સંજીવ પૂર્વાંચલ ભાજપના ધારાસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો પણ આરોપી છે. આ કેસમાં તે લાંબા સમય સુધી જેલમાં બંધ હતો.

    - Advertisement -

    એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજીવની પત્ની પાયલ મહેશ્વરીએ પહેલા જ તેના પતિની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને તેના પતિની સુરક્ષા માટે વિનંતી કરી હતી. પાયલ મહેશ્વરી, જે આરએલડીની નેતા હોવાનું કહેવાય છે, તેણે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેના પતિની એક ષડયંત્ર હેઠળ હત્યા કરવામાં આવી શકે છે.

    પ્રયાગરાજમાં થઇ હતી અતીકની હત્યા

    ગેંગસ્ટર સંજીવની હત્યાએ પ્રયાગરાજમાં અતીક-અશરફ હત્યાકાંડને જીવંત કર્યો છે. નોંધનીય છે કે ઉમેશ પાલની હત્યા બાદ આ વર્ષે એપ્રિલમાં માફિયા ડોન અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી.

    ગુજરાતની સાબરમતી જેલમાંથી અતીકને પણ રજૂ કરવા માટે પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રણ હુમલાખોરોએ જાહેરમાં અતિક અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેની સાથે તેના ભાઈ અશરફનું પણ મોત થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં