Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીક અહમદ દોષિત જાહેર; પ્રયાગરાજ કોર્ટે ઉમેશ પાલ અપહરણ કાંડનાં તમામ 10...

    અતીક અહમદ દોષિત જાહેર; પ્રયાગરાજ કોર્ટે ઉમેશ પાલ અપહરણ કાંડનાં તમામ 10 આરોપીઓ પર ફેંસલો આપ્યો

    કુખ્યાત ગેંગસ્ટર અતીક અહમદને પ્રયાગરાજ કોર્ટે ઉમેશ પાલ અપહરણ કાંડમાં દોષિત જાહેર કર્યો છે અને તેની સાથે તેના અન્ય સાથીદારોને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    હજી ગઈકાલે જ અમદાવાદથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રયાગરાજ પહોંચેલો ગેંગસ્ટર અતીક અહમદ ઉમેશ પાલ અપહરણકાંડમાં દોષિત જાહેર થયો છે. પ્રયાગરાજ કોર્ટે આ કાંડમાં સામેલ તમામ 10 આરોપીઓને પોતાનો નિર્ણય આપ્યો છે. અતીક અહમદ ઉપરાંત અશરફ, દિનેશ પાસી, અન્સાર અહમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને એજાઝ અબરારને પણ કોર્ટે દોષી ગણ્યાં છે.

    આમાંથી એક આરોપી અન્સાર અહમદ મૃત્યુ પામ્યો છે જ્યારે અન્ય આરોપીઓ જામીન પર હતાં. અત્રે એ નોંધનીય છે કે પ્રયાગરાજ કોર્ટે 17 વર્ષ જુના આ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે. ગેંગસ્ટર અતીક અહમદ વિરુદ્ધ આ ફેસલો પ્રયાગરાજની MP-MLA Court દ્વારા સંભળાવવામાં આવ્યો છે. કોર્ટ થોડા સમય બાદ સજા પણ જાહેર કરશે.

    જેમ અગાઉ જણાવવામાં આવ્યું તેમ અતીક અહમદને પરમદિવસે સાંજે અમદાવાદની સાબરમતી જેલમાંથી માર્ગ દ્વારા ઉત્તર પ્રદેશ પોલીસ પ્રયાગરાજ લઇ ગઈ હતી. ગઈકાલે મધ્ય પ્રદેશમાંથી પસાર થતાં અતીકને લઇ જતી વાન સાથે ગાય અથડાઈ હતી અને તે પલટી જતાં બચી ગઈ હતી. ત્યારબાદ લગભગ ગઈકાલે સાંજે યુપી પોલીસ અતીક અહમદને લઈને પ્રયાગરાજ પહોંચી હતી. જ્યારે આ જ કેસમાં આરોપી એવા અતીક અહમદના ભાઈ અશરફને બરેલી જેલથી લઇ આવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    25 જાન્યુઆરી 2005ના દિવસે બહુજન સમાજ પાર્ટીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ તેનો ભાઈ અશરફ અને અન્ય 5 લોકો આરોપિત હતાં જ્યારે અન્ય 4 અજ્ઞાત વ્યક્તિઓ પર પણ આરોપ મુકવામાં આવ્યો હતો. રાજુ પાલ કેસમાં તેમનો સગો ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. 28 ફેબ્રુઆરી 2006ના દિવસે ઉમેશ પાલનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઉમેશના પરિવારજનોનો આરોપ હતો કે અતીકે ઉમેશ પાલને માર માર્યો હતો અને તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

    આ અગાઉ સુપ્રિમ કોર્ટ તરફથી પણ ગેંગસ્ટર અતીક અહમદ નિરાશા જ પામ્યો હતો. તેણે સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરીને અમદાવાદથી પ્રયાગરાજ જવામાં પોતાના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. પરંતુ સુપ્રિમ કોર્ટે આ અરજીને નકારતાં કહ્યું હતું કે અતીકને જેલમાં લાવી દેવામાં આવ્યો છે અને આ કોર્ટનો મામલો નથી. આથી જો અતીક અહમદને યાચિકા કરવી જ હોય તો ઉત્તર પ્રદેશ હાઈકોર્ટમાં કરી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં