Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ મહિલા સાથે લગ્ન કરી ધર્માંતરણ કરવા માટે કર્યું હતું દબાણ, ગાંધીનગરની...

    હિંદુ મહિલા સાથે લગ્ન કરી ધર્માંતરણ કરવા માટે કર્યું હતું દબાણ, ગાંધીનગરની કોર્ટે આરોપી ઇસ્માઇલ ખાનની જામીન અરજી ફગાવી

    વકીલોએ આગળ દલીલ મૂકી કે તપાસ અને રિમાન્ડ દરમિયાન આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓ મળ્યા હતા અને આરોપીનો ગુનામાં મોટી અને મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    ગાંધીનગરની એક હિંદુ મહિલા સાથે મિત્રતા કેળવીને અમદાવાદ બોલાવીને ધાકધમકી આપીને લગ્ન કર્યા બાદ ધર્માંતરણ માટે દબાણ કરતા ઇસ્માઇલ ખાનની જામીન અરજી ગાંધીનગરની કોર્ટે ફગાવી દીધી છે. 

    આરોપી ઇસ્માઇલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ મૂકી હતી કે હાલના સમયમાં યુવતીઓને બળજબરીથી ધર્માંતરણ કરાવવાના અને લલચાવી-ફોસલાવીને બળાત્કાર કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ કિસ્સામાં પણ આરોપીએ પીડિતાની જાનથી મારી નાંખીને, બ્લેકમેલ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરી શારીરિક શોષણ કર્યું હતું. 

    વકીલોએ આગળ દલીલ મૂકી કે તપાસ અને રિમાન્ડ દરમિયાન આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓ મળ્યા હતા અને આરોપીનો ગુનામાં મોટી અને મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. કોર્ટ સમક્ષ એ પણ જણાવવામાં આવ્યું કે, તે રિવોલ્વર રાખે છે અને અગાઉ પીડિતાને ગોળી મારીને મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. ઉપરાંત, ગુનાના અન્ય આરોપીઓ પણ નાસતા ફરતા હોવાથી જેથી તેના જામીન રદ કરવામાં આવવા જોઈએ. 

    - Advertisement -

    દલીલોને ધ્યાને રાખીને ગાંધીનગરની એડિશનલ સેશન્સ જજે આરોપીના જામીન નામંજૂર કરી દીધા હતા. 

    આ મામલો ગત 18 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ગાંધીનગરના પેથાપુરની એક મહિલાએ ઇસ્માઇલ ખાન અને મૌલાના સહિત 8 ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવીને બળજબરીથી લગ્ન કરાવીને ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    35 વર્ષીય હિંદુ મહિલાના લગ્ન વરસોડા ગામે કરવામાં આવ્યા હતા. આ લગ્ન થકી મહિલાને ત્રણ સંતાનો પણ હતા પરંતુ લગ્નજીવન બરાબર ચાલતું ન હતું અને પારિવારિક જીવનમાં ઝઘડા થવાના કારણે યુવતી તેની માતાના ઘરે આવી ગઈ હતી. આ દરમિયાન સેક્ટર 26માં આવેલ એક બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ આ મહિલા સાથે પોતાના ‘માનેલા ભાઈ’ ઇસ્માઇલ બાદલ ખાન મલેકનો સંપર્ક કરાવ્યો હતો.

    મહિલાની ફરિયાદ પ્રમાણે તેની અને ઇસ્માઇલની મુલાકાત વધવા લાગી હતી. જેના કારણે તેમનો પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાવવાના કારણે લગ્નજીવનમાં વધુ ખટરાગ પેદા થયો અને અંતે છૂટાછેડાનો વારો આવ્યો હતો. છૂટાછેડા થયા બાદ યુવતીનો જન્મદિવસ આવતા જ મુસ્લિમ યુવકે તેને અમદાવાદ સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે બોલાવી હતી અને ત્યારે જ મસ્જિદમાં લઈ જઈને ધાક-ધમકી આપીને લગ્ન કર્યા હતા.

    આ મામલે પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તે જ દિવસે મોડી રાત્રે આરોપી ઇસ્માઇલની ધરપકડ કરી લેવામાં આવતી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં