Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગાંધી-નહેરૂ, સરદાર પટેલ, આંબેડકર, બોઝ બધા NRI હતા’: અમેરિકા જઈને રાહુલ ગાંધી...

    ‘ગાંધી-નહેરૂ, સરદાર પટેલ, આંબેડકર, બોઝ બધા NRI હતા’: અમેરિકા જઈને રાહુલ ગાંધી નવું લાવ્યા, કહ્યું- ભારતનું સ્વતંત્રતા આંદોલન દક્ષિણ આફ્રિકામાં શરૂ થયું હતું 

    આધુનિક ભારતની રચનાના કેન્દ્ર સ્થાને રહેલા વ્યક્તિ NRI હતા. મહાત્મા ગાંધી NRI હતા. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ..આપણે કદાચ આ વાત કહેવાની વધુ પસંદ નહીં કરીએ પણ આ ચળવળ દક્ષિણ આફ્રિકામાં શરૂ થઇ હતી: રાહુલ

    - Advertisement -

    વિદેશ યાત્રાએ ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ વખતે પણ વિચિત્ર નિવેદનો આપવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. મુસ્લિમ લીગને સેક્યુલર ગણાવ્યા બાદ હવે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નહેરૂથી લઈને ડૉ. બીઆર આંબેડકર અને સુભાષચંદ્ર બોઝ સુધીના નેતાઓ NRI (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) હતા. 

    રાહુલ ગાંધી હાલ અમેરિકા ગયા છે. જ્યાં ન્યૂયોર્કમાં તેઓ ભારતીય સમુદાયને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, બીઆર આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ- આ બધા નેતાઓ NRI હતા અને જેમણે બહારની દુનિયા પણ જોઈ હતી. 

    રાહુલ ગાંધીએ કહ્યું, “આધુનિક ભારતની રચનાના કેન્દ્ર સ્થાને રહેલા વ્યક્તિ NRI હતા. મહાત્મા ગાંધી NRI હતા. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ..આપણે કદાચ આ વાત કહેવાની વધુ પસંદ નહીં કરીએ પણ આ ચળવળ દક્ષિણ આફ્રિકામાં શરૂ થઇ હતી. અને તમે જુઓ, સ્વતંત્રતા આંદોલનના તમામ નેતાઓ, મારા પરદાદા નહેરૂજી NRI, આંબેડકરજી NRI, સરદાર પટેલ NRI, સુભાષચંદ્ર બોઝ NRI તમામ NRI હતા. આ લોકો ખુલ્લા મને બહારની દુનિયાને સ્વીકારી શકતા હતા અને તે દિવસોમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા આવીને તેમણે વિચાર્યું કે આ બાબતો આપણે દેશમાં અમલ કરી શકીએ છીએ. એ જ હું તમારી પાસેથી (અમેરિકાનો ભારતીય સમુદાય) આશા રાખી રહ્યો છું.”

    - Advertisement -

    આ સાથે રાહુલ ગાંધીએ ફરી ભાજપ અને RSS પર ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે, હાલ દેશ બે વિચારધારાઓ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. એક કોંગ્રેસની વિચારધારા અને બીજી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસની વિચારધારાએ મહાત્મા ગાંધીની વિચારધારા છે જ્યારે ભાજપ અને RSS નથુરામ ગોડસેની વિચારધારા ધરાવે છે. 

    રાહુલ ગાંધીના નેતાઓને NRI ગણાવનારા નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે. બીજી તરફ, ભાજપ નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. સાંસદ પરવેશ સાહિબ સિંઘે લખ્યું કે, ભારત જોડો યાત્રા પૂર્ણ કર્યા બાદ હવે રાહુલ ગાંધી શીખ્યા કે ભારતની સ્વતંત્રતા ચળવળ દક્ષિણ આફ્રિકામાંથી શરૂ થઇ હતી. 

    એક વ્યક્તિએ લખ્યું કે, આ રીતે તો તેઓ એવું પણ કહેશે કે 1947 પહેલાં કોઈ ભારતીય હતું જ નહીં. 

    ઘણા લોકોએ મંગલ પાંડે, વીબી ફાળકે, રાણી લક્ષ્મીભાઈ, તાત્યા ટોપે વગેરે ક્રાંતિકારીઓનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કઈ રીતે સ્વતંત્રતા માટેની ચળવળ બહુ વર્ષો પહેલાં શરૂ થઇ ગઈ હતી અને આ ક્રાંતિવીરોએ બલિદાન આપ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં