Sunday, May 19, 2024
More
  હોમપેજદેશભાગેડુ ગુનેગાર વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીને લાવવામાં આવશે ભારત:...

  ભાગેડુ ગુનેગાર વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીને લાવવામાં આવશે ભારત: અહેવાલોમાં દાવો- ED, CBI અને NIAની ટીમ જશે લંડન

  ભારત અને બ્રિટન વચ્ચે પરસ્પર કાનૂની સહાય સંધિ છે. જે માહિતી આપસમાં વહેંચણી કરવામાં ખૂબ મદદગાર બને છે. આ સંધિ હેઠળ ભાગેડુ ગુનેગારોની માહિતી મેળવવામાં આવે છે. જે બાદ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય જરૂરી કાર્યવાહી હાથ ધરે છે.

  - Advertisement -

  ભારત સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલા ભાગેડુઓને હવે ફરી ભારત લાવવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે, બંધ થઈ ગયેલી કિંગ ફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા, હીરા ઉદ્યોગી નીરવ મોદી અને આર્મ્સ ડીલર સંજય ભંડારીને લંડનથી ભારત લાવવા માટેની તૈયારી થઈ ચૂકી છે. અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ત્રણેય ભાગેડુઓને લાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને NIAની ટીમ લંડન માટે રવાના થશે. જેથી પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ઝડપ લાવી શકાય અને ગુનેગારોની ધરપકડ કરી શકાય.

  ભારત સરકારે ઘોષિત કરેલા ભાગેડુ ગુનેગારોને ભારત લાવવા માટેની તૈયારી કરી દીધી છે. જેમાં વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીનું નામ સામેલ છે. અહેવાલોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ટીમ અને બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશન વચ્ચે લંડનમાં બેઠક યોજાશે. આ બેઠકમાં બ્રિટિશ અધિકારીઓ પણ ભાગ લેશે. આ બેઠક દરમિયાન ભારતીય અધિકારીઓ માહિતી એકત્રિત કરશે કે આ ભાગેડુ ગુનેગારોએ લંડન અને અન્ય દેશોમાં કઈ મિલકતોમાં નાણાંનું રોકાણ કર્યું હતું અને ક્યા પ્રકારનો વ્યવહાર કર્યો હતો.

  નોંધનીય છે કે, ભારત અને બ્રિટન વચ્ચે પરસ્પર કાનૂની સહાય સંધિ છે. જે માહિતી આપસમાં વહેંચણી કરવામાં ખૂબ મદદગાર બને છે. આ સંધિ હેઠળ ભાગેડુ ગુનેગારોની માહિતી મેળવવામાં આવે છે. જે બાદ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય જરૂરી કાર્યવાહી હાથ ધરે છે. વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીને UKથી ભારત લાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જે બાદ ત્રણેય ભાગેડુઓ પોતાને ભારત મોકલતા રોકવા માટે લંડનની કોર્ટમાં અપીલ કરી ચૂક્યા છે.

  - Advertisement -

  થોડા સમય પહેલાં જ વિજય માલ્યા અને નીરવ મોદીની ભારત સ્થિત કરોડોની સંપતિને સરકારે જપ્ત કરી લીધી હતી. તે સંપતિની હરાજી કરીને તે પૈસા બેન્કોને પરત કરવામાં આવ્યા હતા. જે બાદ ભાગેડુ ગુનેગારોને ભારત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ED, CBI અને NIAની ઉચ્ચસ્તરીય ટીમને લંડન મોકલવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા વર્ષ 2016માં બ્રિટેન ભાગી ગયો હતો. તે ભારતમાં કિંગફિશર એરલાઇન્સને ઘણી બેન્કો દ્વારા આપવામાં આવેલી 9000 કરોડની લોનની રકમની ચુકવણી ના કરવાના સંબંધમાં આરોપી છે. બેન્કની રકમ આપ્યા વિના તે બ્રિટેન ભાગી ગયો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં