Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમદરેસામાં ભણતા ધો. 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને હવે નહીં મળે શિષ્યવૃત્તિ,...

    મદરેસામાં ભણતા ધો. 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને હવે નહીં મળે શિષ્યવૃત્તિ, માત્ર 9 અને 10મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ લઇ શકશે લાભ

    મદરેસામાં ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓને બેઝિક એજ્યુકેશન કાઉન્સિલની શાળાઓની જેમ મધ્યાહન ભોજન, ગણવેશ, પુસ્તકો મફત આપવામાં આવે છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારના નવા નિર્ણય મુજબ હવે મદરેસામાં મફત ભણતા ધો. 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જે શિષ્યવૃત્તિમાં કેન્દ્ર તરફથી જે હિસ્સો મેળવતા હતા, તે હવેથી ઉપલબ્ધ થશે નહીં. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલાથી આઠમા સુધીનું શિક્ષણ મફત હોવાના કારણે મદરેસામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

    કેન્દ્ર સરકાના આ નિર્ણય પાછળનું કારણ એ છે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલાથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ મફત છે. આવી સ્થિતિમાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ અને 6 થી 8 ધોરણ સુધીના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે શિષ્યવૃત્તિ આપવા પર પ્રતિબંધ હતો. હવે પહેલાંની જેમ 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને જ સ્કોલરશિપ મળશે.

    નોંધનીય છે કે મદરેસામાં ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓને બેઝિક એજ્યુકેશન કાઉન્સિલની શાળાઓની જેમ મધ્યાહન ભોજન, ગણવેશ, પુસ્તકો મફત આપવામાં આવે છે. અગાઉ 8મા ધોરણ સુધીની કાઉન્સિલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ શિષ્યવૃત્તિ મેળવતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલાં રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ આઠમા ધોરણ સુધીનું શિક્ષણ મફત કરવામાં આવતાં નિયમ બદલવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, ગયા વર્ષે 16558 મદરેસાના 4 થી 5 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વર્ષે પણ ઘણા બાળકોએ આ માટે અરજી કરી હતી. જોકે, કેન્દ્ર તરફથી નિર્ણય આવ્યો કે હવેથી આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં. આ સંદર્ભમાં લઘુમતી વિભાગ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો કે શિક્ષણના અધિકાર હેઠળ, ધોરણ 1 થી ધોરણ 8 સુધીનું શિક્ષણ મફત છે. વિદ્યાર્થીઓને જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવે છે. તેથી જ 9મા અને 10માના બાળકોને જ સ્કોલરશિપ મળશે. ફક્ત તે જ અરજીઓ સ્વીકારવામાં આવશે.

    દૈનિક જાગરણના અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાની 269 મદરેસાઓમાં 1લીથી 8મા ધોરણના લગભગ 15 હજાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રોકી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં